October 12, 2024

અલીપુરા સાધના નગર વિસ્તારમાં ઊભરાતી ગટરોથી સ્થાનિકોહેરાનપરેશાન પાણી તેમજ મચ્છરજન્ય રોગચાળાની દેહશત

Share to

બોડેલીના અલીપુરા વિસ્તારની સાધના નગર સોસાયટીના પ્રવેશદ્વારે આવેલ સાધના નગર સોસાયટી પાસે આવેલી પ્રાથમિક શાળાની બિલકુલ બાજુમાં ગટરોનું ગંદુ પાણી ઉભરાતા હાલાકી ભોગવતા વિદ્યાર્થીઓ સહિત પાંચથી છ સોસાયટીના સેંકડો રહીશો. ઉભરાતી ગટરોના પાણી નળની પાઈપ લાઈનમાં ભળે અને મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. ભારે દુર્ગંધ મારતા ગટર ના પાણી ને લઈ અત્રે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને પણ જોખમ તોળાઈ રહ્યું છે જ્યારે અહીંથી અવર-જવર કરતા પાંચ પાંચથી છ સોસાયટીના રહીશોને ખૂબ હાલાકી પડી રહી છે
અલીપુરા વિસ્તારની પાંચથી છ સોસાયટીના પ્રવેશ દ્વાર ગણાતી સાધના નગર સોસાયટી પાસે ઊભરાતું ગટરોનું ગંદું પાણી
સોસાયટી ના સ્થાનિક રહીશો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ સાધના નગર સોસાયટી પાસે આવેલી પ્રાથમિક શાળાની બિલકુલ બાજુમાં જ સાધના નગર તેમજ રામનગર ગંગાનગર નવીનગરી ગજાનંદ પાર્ક દિવાળી બા સોસાયટી સહિતના વિસ્તારોને જોડતો રોડ આવેલો
છે આ રોડ ઉપર જ ગંદકીથી ખદબદ એવી ગટરો ઉભરાતા અત્રે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થી ઓ તેમજ અત્રેથી પસાર થતા રહીશોને આવા ગંદકીથી ખદબદતા પાણી ઓળંગીને જવાનો વારો આવ્યો છે અને આજે સ્થળે ગટરો ઉભરાય છે તે ગટરોની બિલકુલ સામે પણ સાધના નગરના રહીશો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to