December 17, 2024

જર,જમીન ને જોરું ત્રણેય કજિયા ના છોરું ઉક્તિ ને યથાર્થ ઠેરવતો કિસ્સો

Share to

ઇન્દ્રવર્ણા ગામમાં પરિવાર વચ્ચે જમીન અને ઘર બાબતે મારામારી, ચાર વિરૂદ્ધ ફરિયાદ

(ઈકરામ મલેક દ્વારા) – રાજપીપળા : તા. ૩૧ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા ઇન્દ્રવર્ણા ગામમાં એકજ પરિવારના સભ્યો વચ્ચે જમીન અને મકાન બાબતે મારામારી થયા પોલીસ ફરિયાદ થઈ છે

મળતી માહિતી ઇન્દ્રવર્ણા ગામમાં થયેલી મારમારી બાબતે ભાવેશભાઈ કંચનભાઈ જાતે તડવી, રહે-ઇંદ્રવર્ણા ટેકરા ફળીયુ નાઓ એ આપેલી ફરિયાદ મુજબ (૧) વિનોદ ભાઇ કંચનભાઇ તડવી (૨) રમીલાબેન કંચનભાઇ તડવી (૩) રમણભાઇ મોહનભાઇ તડવી (૪) ધીરજભાઇ રમણભાઇ તડવી તમામ રહે. ઇંદ્રવર્ણા ટેકરા ફળીયુ નાઓએ તેમને જમીન તથા ઘરમાં ભાગ બાબતે વાત કરતા તેમના મોટભાઇ વિનોદભાઇ તથા કાકા લાકડી વડે મારા માથાના ભાગે તથા બરડાના ભાગે તથા ડાબા હાથના બાવડાના ભાગે સપાટા મારી ઇજા પહોચાડી તથા માતા રમીલાબેન કંચનભાઇ તડવી એ તથા મારા કાકાનો છોકરો ધીરજભાઇ રમણભાઇ તડવી નાઓએ મને પકડી રાખી ઢીકા પાટુનો માર મારી ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાખવની ધમકી આપી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે ચાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.


Share to

You may have missed