December 21, 2024

ઝગડીયા ના રાજપારડી વીજ કંપનીના કર્મચારીનું સારી  કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામા આવ્યું હતું..

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા સન્નમાનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેની વીજ કચેરીના કર્મચારીને તેમની સારી કામગીરી બદલ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ રાજપારડી સ્થિતિ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં વીજ સહાયક તરીકે ફરજ બજાવતા કિરણભાઇ જગદીશભાઇ પ્રજાપતિએ તેમની ફરજ દરમિયાન હાલમાં જુલાઈ માસમાં સતત વરસાદી માહોલ વચ્ચે વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં આવતા પુરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે સાથી વીજ કર્મચારીઓ સાથે ઉમદા અને કર્તવ્યનિષ્ઠ કામગીરી કરી હતી,તેમજ વરસાદી માહોલ દરમિયાન કોઇ વીજ સમસ્યા કે ફોલ્ટ ના થાય તે માટે ખાસ તકેદારી લઇને પોતાની ફરજ સારી રીતે નિભાવીને પ્રસંશનીય કામગીરી કરેલ,તેમની આ સરાહનીય કર્મનિષ્ઠાને ધ્યાનમાં લઇને દક્ષિણ ગુજરાત વીજ કંપની સુરતના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા તેમને સન્માનપત્ર આપીને તેમની ઉમદા કામગીરીને બિરદાવવામાં આવી હતી. રાજપારડી વીજ કચેરીના સ્ટાફ દ્વારા સન્માનપત્ર મેળવનાર કિરણ પ્રજાપતિને અભિનંદન આપવામાં આવ્યા હતા.


Share to

You may have missed