December 17, 2024

માનવ સાંકળ રચીને “હર ઘર તિરંગા” નો સંદેશો ફેલાવતા છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ*

Share to

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ દેશવ્યાપી અભિયાન ‘હર ઘર તિરંગા’ માં લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. રાજ્યભરની સાથે છોટાઉદેપુર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાની શાળાઓ દ્વારા ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, તિરંગા રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સરકારી શાળાના બાળકો દ્વારા માનવ સાંકળ રચીને ‘હર ઘર તિરંગા’ નો સંદેશો આપવામાં આવ્યો હતો.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed