September 7, 2024

ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગરમાં મહિલાઓએ શિતળા માતાની વાર્તા વાંચી શિતળા પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી

Share to

શ્રાવણ માસ શરૂ થતા જ હિન્દુઓના વિવિધ તહેવારોની શરૂઆત થતી હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસની શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ આઠમ એમ બંને સાતમના દિવસે હિન્દુ શાસ્ત્રોમાં શિતળા સાતમનું અનેરૂ મહત્વ રહેલું છે જેથી આ દિવસે હિન્દુ સમાજની મહિલાઓ ગામના શિવ મંદિરોમાં અથવા તો બ્રાહ્મણોને ત્યાં એક દિવસ માટે માટીમાંથી શિતળા માતાની મૂર્તિ બનાવી સ્થાપના કરી તેની પૂજા અર્ચના કરી પોતાના પરિવાર ની સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે પોતાના બાળકો સાથે સમગ્ર પરિવાર નીરોગી રહે તેવી પ્રાર્થના કરે છે એટલું જ નહીં આજના દિવસે ગઈકાલ એટલે કે છઠના દિવસે વિવિધ વાનગીઓ સાથેનું ભોજન તૈયાર કરી આજના દિવસે એ જ ઠંડું ભોજન શિતળા માતાને પ્રસાદ રૂપે ધરાવી પોતે પોતાના પરિવાર સાથે ઠંડુ જ ભોજન આરોગતા હોય છે.. આવા શિતળા સાતમના આજના દિવસે ધર્મ અને ઉત્સવ પ્રિય એવા બોડેલી નગર ખાતે પણ ઠેર ઠેર શિવ મંદિરો સાથે બ્રાહ્મણોના ઘરે માટીમાંથી તૈયાર કરેલ શિતળા માતાજી ની પ્રતિમાની પૂજા અર્ચના કરી મહિલાઓએ ધન્યતા અનુભવી હતી

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed