December 22, 2024

નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે વિશ્વ આદિવાસી દિવસ તેમજ હર ધર તિરંગા કાયઁકમ અંતર્ગત બેઠક યોજાઈ.

Share to

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૫-૦૮-૨૪.

નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ,મામલતદાર રીતેશ કોકણી,નાયબ મામલતદાર ચૌધરી ની અધ્યક્ષતામા આજે તલાટી કમ મંત્રીઓ સાથે ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તેમજ ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી બાબતે મિટિંગ નુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા તલાટી મંડળના પ્રમુખ ભાસ્કર સહિત તમામ તલાટીઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમા વિકાસ કમિશનર દિનેષ કોયા એ તા.૪ ઓગસ્ટ રોજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ સ્વાતંત્ર્ય દિન નિમિતે ” હર ધર તિરંગા અભિયાન” તથા અન્ય કાયઁકમોની ઉજવણી કરવા બાબતે પત્ર થકી કરેલ સુચનો મુજબ તબક્કા વાર કાયઁકમો તથા તેની ઉજવણી ભવ્ય રીતે થાય તે બાબતે તલાટીઓ ને સમજ આપવામા આવી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed