December 22, 2024

ઉદ્યોગો કેમિકલવાળું પાણી છોડે તે નહીં ચલાવી લેવાય, ગુજરાત હાઇકોર્ટની GPCBને ટકોર

Share to

થોડા દિવસ પહેલા નારોલ ખાતે આવેલી CEPT કંપની દ્વારા ઝેરી કેમિકલ છોડાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના પગલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને AMCની ટીમે CEPT કંપની દ્વારા છોડાતા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નદીમાં ટ્રીટ કર્યા વિના જોખમી કેમિકલ છોડાતું હોવાને લઇ હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. ત્યારે CEPT કંપનીના સેમ્પલ અંગે શુક્રવાર સુધી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો.

કેમીકલવાળું પાણી છોડે તે ચલાવાય નહી

ત્યારે સાબરમતી નદીને લઇ કરવામાં આવેલ સુનાવણીમાં હાઇકોર્ટમાં રજૂ કરાયેલ જોઈન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં નદીના પાણીમાં ઝેરી કેમિકલ હોવાનો થયો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે હાઇકોર્ટ જણાવ્યુ હતુ કે ઉદ્યોગો નદીનું સારું પાણી વાપરી કેનિકલવાળું પાણી છોડે તે ચલાવાય નહી.

ઉપરાંત આ ઘટનાને લઇ ટાસ્કફોર્સેની ટીડએસનું પ્રમાણ વધારે હોવાની રજુઆતના આધારે હાઇકોર્ટે gpcb ને ટકોર કરી છે. ત્યારે સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે અગાઉ ઘણીવાર હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં GPCBને પ્રદૂષણ ઉકેલવાનો આદેશ પણ આપ્યો હતો. AMC, કોર્ટ મિત્ર, ટાસ્ક ફોર્સ સહિતના સાથે બેઠક કરવા પણ હાઈકોર્ટ દ્વારા અગાઉ આદેશ આપાયા હતા અને અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે દર વખતે હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢે છે છતા પણ તંત્રનું પાણી ટસનું મસ થતું ન હોય તેવું લાગે છે.


Share to

You may have missed