December 19, 2024

આરોગ્ય વિભાગ દ્વારા એડલ્ટ બીસીજી વેકસીનેશનનો જિલ્લા કક્ષાનો બે દિવસીય વર્કશોપ જિલ્લા પંચાયત નર્મદાના સભાખંડ ખાતે યોજાયો

Share to

રાજપીપલા, શનિવાર:- આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી અને મેડીકલ ઓફીસર, ફાર્માસિસ્ટ,સી.ઓ.ચોની એડલ્ટ બીસીજી વેકસીનેશનનો જિલ્લા કક્ષાનો બે દિવસીય વર્કશોપ જિલ્લા પંચાયત નર્મદા સભાખંડ ખાતે યોજાયો હતો.

આ વર્કશોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાત ડો.હાર્દિક નકશીવાલા, ડો.રાહુલ અને ડો.ધમેન્દ્ર હાજરી આપી સમગ્ર કાર્યક્રમની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી ઝીણવટભરી સમજુતી આપી અને આ કાર્યક્રમ કઈ રીતે પ્રધાનમંત્રી ટી.બી.મુક્ત ભારતના લક્ષ્યને હાસલ કરવામાં મદદરૂપ થશે તેની માહિતી આપવામા આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.ઓ.માંઢક, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.ઝંખના વસાવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનિલ વસાવા, આર.સી.એચ.ઓ શ્રી ડો.મુકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

આ પાયલોટ પ્રોજેક્ટ નર્મદા,અરવલ્લી, ખેડા, અને પોરબંદર જિલ્લામાં હાથ ધરવામાં આવનાર છે. જેના પરીણામોની સમીક્ષા બાદ બાકી રહેલ જિલ્લા માટેની પોલીસી બનશે. આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ચોક્કસ ક્રાઇટેરીયામાં આવતા ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો કે જેઓને છેલ્લા ૫ વર્ષમાં જેને ટી.બી. થયેલ હોય, ૬૦ વર્ષથી વધુ વર્ષની ઉંમર હોય, ભુતકાળમાં ધુમ્રપાન કરેલ હોય કે હાલમાં કરતા હોય અથવા તો પોતે ધુમ્રપાનની કબુલાત કરે, ૧ જાન્યુઆરી-૨૦૨૧ થી નિક્ષય પોર્ટલ પર નોંધાયેલ ટી.બીના દર્દીના નજીકના સંર્પકમાં આવતા તમામ, ડાયબીટીસની બિમારી ધરાવતા હોય, જેનો બોડી માસ ઇન્ડેક્ષ (બીએમઆઈ) (વજન ઉંચાઈ ગુણોતર) ૧૮ કરતા ઓછો હોય તેવા નાગરિકોને જમણા હાથે બીસીજીની રસી આપવામાં આવશે. જેઓનું અગાઉથી રજીસ્ટેશન ભારત સરકારના આરોગ્ય વિભાગના પોર્ટલ TB-WIN પર કરવામાં આવશે. સેશનના સ્થળે સ્પોટ નોંધણી કરીને પણ રસી મુકી આપવામાં આવશે.


Share to

You may have missed