October 9, 2024

બોડેલી પોલીસ સ્ટેશનના વડીવાડા ગામના બસ સ્ટેશન પાસે રોડ ઉપરથી કિ.રૂ.૧,૨૩,૭૯૫/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Share to

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુરનાઓ એ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ.જે અન્વયે શ્રી વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી –
છોટાઉદેપુરના ઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના
પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી
બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે વડીવાડા ગામના બસ સ્ટેશન
પાસે રોડ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૧,૨૩,૭૯૫/-નો મુદામાલ તથા દારૂની
હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારુતી સુઝુકી કંપનીની ગ્રાન્ડ વિટારા જેનો રજી.નં.GJ-06-
PL-8978 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી,બોડેલી પોલીસ સ્ટેશનના વડીવાડા ગામના બસ સ્ટેશન પાસે રોડ ઉપરથી કિ.રૂ.૧,૨૩,૭૯૫/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed