December 22, 2024

નેત્રંગ તાલુકા ની યુવતીએ પતિ-સાસરીયા ત્રાસ આપી દહેજ માંગતા હોવા બાબતે પોલીસમાં ફરિયાદ આપતા ચકચાર

Share to



* સુરત ખાતે રહેતા સાસરીયા દ્વારા પરિણિત યુવતીને માનસિક-શારીરિક ત્રાસ અપાતો હોઇ કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

તા.૦૧-૦૬-૨૦૨૪ નેત્રંગ.

નેત્રંગમાં રહેતી એક યુવતીના લગ્ન તા.૪ થી મે ૨૦૨૩ નારોજ સુરતના ઉધના દરવાજા ખટોદરા ખાતે રહેતા વિશાલ ગોહિલ નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ શરૂઆતમાં તે યુવતી સાથે તેના સાસરીયા સારી રીતે રાખતા હતા.પરંતું ત્યારબાદ તેનું કોઇ ધ્યાન રાખતા નહતા તેમજ તેના પતિ પણ પતિ તરીકેની ફરજ નિભાવતા નહતા. તેમજ પતિ તેની માતાનું ઉપરાણું લઇને તે યુવતીને ગાળો બોલતા હતા.તેના પતિ અવારનવાર તેની સાથે ઝઘડા કરતા હતા અને તેની સાસુ તેના પર શંકા કરતા હતા. આ લોકો દિવ્યાને તેના પિયરમાં જવાની પણ ના પાડતા હતા.ઉપરાંત તે યુવતીના પતિએ તેમના અભ્યાસના ખોટા બાયોડેટા દર્શાવી છેતરપિંડી કરી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.તે યુવતીની પતિ  તેણીને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોઇ તેના સાસુ સસરા તેમજ નણંદે  પતિ સહિત ચાર વ્યક્તિઓ વિશાલ મહેન્દ્રભાઇ ગોહિલ,મીનાબેન મહેન્દ્રભાઇ ગોહિલ,મહેન્દ્રભાઇ મુળજીભાઇ ગોહિલ અને હિરલબેન કિશનભાઇ ગોહિલ તમામ રહે.ઉધના દરવાજા ખટોદરા સુરતના વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed