December 17, 2024

સરકારી તંત્ર માંજ લાલીયાવાડી ચાલતી હોય તો બીજા ની શુ વાત કરવાની નેત્રંગની રેફરલ હોસ્પિટલમા ફાયર સિસ્ટમ તો લાગી ગઇ.પરંતુ કમઁચારીઓને અપાત કાલિન સમયે તેના ઉપયોગ આગે હજી સુધી કોઇ ટેનીગ આપવામા આવી નથી.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૦-૦૫-૨૪.

રાજકોટમા બનેલી ગોઝારી આગની ધટના બાદ સરકારી તંત્ર એકદમ જાણે હરકતમા આવી ગયુ છે. તેવા સંજોગોમા સરકારી તંત્રમા ચાલતી લાલીયાવાડી પણ જોવા મળી રહી છે.
નેત્રંગ નગર ખાતે સરકાર માબાપ થકી તાલુકાની ગરીબ જનતાના જનઆરોગ્ય  ની સુખાકારી માટે વર્ષ ૨૦૧૪-૧૫ મા રેફરલ હોસ્પિટલ બનાવવામા આવી છે.જેમા પણ પ્રથમ દિવસથી જ મુખ્ય અધિક્ષક ની જગ્યા આજની તારીખમા ખાલી ને ખાલી જ છે. લાખો રૂપિયા ની  લાગત થી બનાવવામા આવેલ આ હોસ્પિટલ મા અપુરતો સ્ટાફ થી લઇ ને અનેક જાતની અપુરતી સુવિધાઓ છે.
તેવા સંજોગોમા તંત્ર એ બનાવેલ નીતી નિયમોના કારણે છેલ્લા કેટલાક વખત થી હોસ્પિટલ ખાતે ફાયર સિસ્ટમ લગાવવામા આવી છે. જેની તમામ પ્રકાર ની કામગીરી પુણઁ થઇ ગઇ હોવા છતા પણ આજની તારીખમા હોસ્પિટલમા ફરજ બજાવતા કમઁચારીઓ ને આપાત કાલિન સમયે આ ફાયર સિસ્ટમ નો ઉપયોગ કેવી રીતે કરવા બાબતે કોઈ પણ જાતની ટેનિગ કે ડેમો  બતાવવામા આવ્યો નથી. જેને લઈ ને હોસ્પિટલ ખાતે આજની તારીખમા કોઈ અગમ્ય કારણોસર આગ લાગેતો તેનો ઉપયોગ કરી બચાવ કામગીરી  કેવી રીતે કરવી તેની જાણકારીજ નથી .લાખો રૂપિયા ખર્ચ કયાઁનો મતલબ રહેતો નથી.
     નેત્રંગ ની રેફરલ હોસ્પિટલ ખાતે ફાયર સિસ્ટમ હોવા છતા આજની તારીખે રાજકોટ જેવી આગની ધટના કદાચ બનેતો જવાબદાર કોણ ???
તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે. આ બાબતને જીલ્લા કલેક્ટર દયાન પર લઇ ને યોગ્ય કાર્યવાહી કરશે ખરા ?.


*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed