વડીલોના જમવા,રહેવા અને જાત્રાનું માઈક્રો આયોજન કરી હેમખેમ યાત્રા પાર પાડી.
વડીલોએ ખુશ થઈ આશીર્વાદ આપ્યા અને ફરી દેવ દર્શન કરવા લઈ જજો તેવો અનુરોધ કર્યો.
નેત્રંગ 26/04/2024
આજના કળિયુગના જમાનામાં શ્રવણ બનવું ઘણું મુશ્કેલ છે અને મા બાપની સેવા તેમજ તેમને જાત્રા કરાવવી એ એનાથી પણ આધુનિક યુગમાં સમયના અભાવે અઘરું કાર્ય છે ત્યારે નેત્રંગના એક વેપારીએ તેમના પત્રકાર મિત્ર સાથે 55 જેટલા વડીલોને દ્વારિકા તેમજ અન્ય 21 જેટલા દેવ અને માતાજીના ધામમાં દર્શન કરાવ્યા હતા. આ સંપૂર્ણ યાત્રામાં દરેક વડીલનું ઝીણવટતાથી ધ્યાન રાખીને કોઈને પણ અગવડ ના પડે તેવી કાળજી કરીને હેમખેમ અને સારી રીતે જાત્રા કરાવી હતી. જાત્રામાં ગયેલા દરેક વડીલોએ ખુશ થઈ ફરી અમોને દર્શન કરવા લઈ જજો તેઓ અનુરોધ કર્યો હતો.
નેત્રંગમાં દીપકભાઈ શાહ વર્ષોથી સ્થાયી થયા છે અને તેમનો ચાનો ધંધો છે તેઓ સામાજિક તેમજ અન્ય આરોગ્ય લક્ષી સેવાઓ ગામમાં કરી રહ્યા છે. તેની સાથે તેમના મિત્ર અતુલ પટેલ જેઓ પત્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા છે સામાજીક અને સહકારી ક્ષેત્રે અગ્રણી પણ છે જેઓએ વડીલોની સેવા થાય તેવા શુભ અસયથી દ્વારિકા દર્શન 55 થી 80 વર્ષના 55 વડીલોને વાતાનુકુલિત બસમાં પ્રથમ ચોટીલા ચામુંડા માતાજી,દ્વારકા દ્વારિકાધીશના દર્શન કરી રાત્રે ડીજેના તાલે ગરબા કરવામાં આવ્યા હતા , દારૂકાવનમાં નાગેશ્વર, બેટ દ્વારકા હરસિદ્ધિ માતાજી, પોરબંદર સુદામા અને કીર્તિ મંદિર ,પ્રભાસ પાટણ શ્રી સોમનાથ મહાદેવ , ભાલકા તીર્થ શ્રી કૃષ્ણ ભગવાન ,કાગવડ ખોડલધામ, વિરપુર જલારામ મંદિર ,ગોંડલ ભુવનેશ્વરી માતાજી , ગઢડા ગોપીનાથજી મંદિર, અરણેજ બુટ ભવાની માતા અને ગણપતિપુરા ગણપતિ બાપા તેમજ મણીલક્ષ્મી તીર્થ વગેરે ધામોમાં વડીલોને દર્શન તેમજ આરતી કરાવી એક શ્રવણ બની સેવા કરી હતી.આજના ભાગદોડ વાળા જમાનામાં લોકોને પોતાના મા બાપની માટે પણ સમય નથી ત્યારે આ વિરલાએ 55 વડીલોને પાંચ દિવસની 21 થી પણ વધારે દેવી દેવતા અને ધામોમાં નિર્વિઘ્ને દર્શન કરાવી હેમખેમ નેત્રંગ પરત લાવ્યા હતા.
દરેક વડીલોને સારી રીતે ધાર્મિક સ્થળોએ દેવી દેવતાઓના દર્શન કરતાં સફળતાથી યાત્રા પાર પડતાં મુખ્ય આયોજક દીપક શાહનો આભાર માની આશીર્વાદ આપ્યા હતા અને ફરી આવી જાત્રા કરાવો તેવી ટકોર કરી હતી .
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…