October 17, 2024

જૂનાગઢના મેંદરડા તાલુકાનાં. માલણકા ગામની સીમ વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ-સાથે એક ઇસમને પકડી પાડતી જુનાગઢ પોલીસ

Share to



જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબનો સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી પી.કે.ચાવડા તથા પો.સબ ઇન્સ.શ્રી એસ.એ.સોલંકી તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.

આજરોજ એસ.ઓ.જી.ના પો.હેડ કોન્સ. અનિરુધ્ધભાઇ વાંક તથા પો.કોન્સ. રોહીતભાઇ ધાધલનાઓને સંયુકત બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે, “માલણકા ગામનો શિવરાજ રાવત કરપડા જે ગેરકાયદેસર હથીયાર રાખી માલણકા ગામની સીમ વિસ્તારમાં આવેલ નારાયણ ઉપવન વાડી તરફ જવાના રસ્તા પરથી પસાર થનાર છે” અને તેમની પાસે ગે.કા. હથીયાર હોવાની ચોક્કસ બાતમી મળેલ જે ચોક્કસ બાતમી આધારે માલણકા ગામ પાસેથી ઉપરોકત ઇસમને પકડી તેની અંગઝડતી કરતા તેના પેન્ટના નેફામાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-૦૧ મળી આવતા તેની વિરુધ્ધ મેંદરડા પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવેલ છે.

એસ.ઓ.જી.ના પોલીસ.ઇન્સ. પી.કે.ચાવડા તથા પો.સબ ઇન્સ. એસ.એ.સોલંકી તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, તથા પો.હેડકોન્સ. અનિરુધ્ધસિંહ વાંક, પો.કોન્સ.રોહીતભાઇ ધાધલ, પોલીસ સ્ટાફ દ્વારા શિવરાજ રાવતભાઇ કરપડા,  પકડી પાડી આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ હથીયારની > દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-1 કિ.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨૦,૦૦૦/-નો મુદામાલ સાથે જૂનાગઢ પોલીસે આરોપીને પકડી પાડેલ

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed