જૂનાગઢમાં જામનગરના વતની જયદીપસિંહ ડોડીયા જરૂરી કામ સબબ આવેલા હતા અને 20,000 ની કિંમત નો મોબાઇલ ખોવાઈ જય પોલીસમાં અરજ કરી હતી જુનાગઢ પોલીસે માત્ર 12 કલાકમાં શોધી આપ્યો

Share to





રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો  મોબાઇલ  ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ૧૨ કલાકમાં  શોધી આપેલ.*_

જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા  હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર જયદિપસિંહ અર્જુનભાઇ ડોડીયા જામનગરના વતની હોય, અને જરૂરી કામ સબબ જૂનાગઢ આવેલ હોય, જયદિપસિંહ ઝાંઝરડા રોડ પર એક દુકાને ગયેલ હોય ત્યાં તેમનો રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A23 મોબાઇલ ફોન ખીસ્સામાંથી પડી ગયેલ હોય જયદિપસિંહ જે દુકાન પર ગયેલ હતા તે દુકાન પર તપાસ કરી તથા પોતે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ તે મોબાઇલ ફોન મળી આવેલ નહિ.* મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોનમાં તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. પ્રતિકભાઇ કરંગીયા, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, શિલ્પાબેન કટારીયા, એન્જીનીયર યુક્તીબેન ભારથી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી જયદિપસિંહ ડોડીયા જે દુકાને ગયેલ હોય તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા જયદિપસિંહનો રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A23 મોબાઇલ ફોન એક અજાણ્યો ઇસમ લઇને પોતાની બાઇક પર જતો જોવા મળેલ જે આધારે તે બાઇકનો રજી. નં. GJ-11-CP-0911 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે બાઇક ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ પોલીસ દ્વારા તેમને ઠપકો પણ આપવામાં આવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા જયદિપસિંહનો રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A23 મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને જયદિપસિંહ ડોડીયાએ જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા જયદિપસિંહે જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A23 મોબાઇલ ફોન શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to