December 22, 2024

કાળઝાળ ગરમીમાં પોતાના જીવનનો પહેલો રોજો રાખી રબ ને રાજી કરવાનો પ્રયાસ

Share to



નાના ભૂલકાઓએ પોતાના જીવન નો પ્રથમ રોજો રાખ્યો

મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમજાન માસ ની શરુઆત

કાળઝાળ ગરમીમા પણ નાના ભૂલકાઓએ રોજા રાખ્યા

      રમઝાન નો પવિત્ર માસ શરુ થતા જ મુસ્લિમો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી નમાજ પઢી અને દુઆઓ ગુજારી બંદગી કરી રહ્યા છે    

વાઘોડિયામાં રહેતી રિદા ફાતમા ચાર વર્ષની ઉંમરમાં જીવનનો પ્રથમ રોજો રાખી અને ખુદાઓની મદદ કરી
મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ. જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો  ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. ચાલુ વર્ષે રમઝાન માસ ધોમધખતા તાપમાં પ્રારંભાયેલો હોઇ રોઝદારો માટે એક  આકરી અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફર્જ થયેલા રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી પવિત્ર રમઝાન માસ ના રોઝા ની શરુઆત થતા જ નાના ભુલકાઓએ પણ રાખ્યો હતો 

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed