December 18, 2024

ભાજપમાં મોટા પાયે ભરતી મેળો, BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા 800 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા,

Share to





લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલાં ગુજરાતમાં જાણે પક્ષપલટાની મૌસમ પૂરબહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કેસરિયો ધારણ કર્યો છે, ત્યારે હવે વધુ એક નેતા ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. ભાજપ હવે આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પાડવાની તૈયારીમાં છે. BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે BTPના અનેક કાર્યકરોનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો. તેમના 800 સમર્થકોએ કેસરિયો કર્યો હતો


ઝઘડિયા વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સામે બળવો કરીને પિતાની ટિકિટ કાપી નાંખી હતી. પિતા અને પુત્ર વચ્ચેના વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો. આ પહેલાં શુક્રવારે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાઇ ને મોટું સંમલેન પણ કરશે.


Share to

You may have missed