December 22, 2024

નર્મદા જિલ્લામાંથી ભરુચ જિલ્લાના નેત્રંગ ચાર રસ્તા ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આવી પહોંચી

Share to



-એમ.એસ.પી,જાતિ ગણના,50 ટકા અનામતની લિમિટ હટાવવા સહિત વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા

-અદાણી-અંબાણીના મીડિયા હાઉસમાં આદિવાસીઓને કોઈ સ્થાન નહીં હોવા પણ આક્ષેપ કરાયા

-ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ટીમલીના તાલે જૂમી ઉઠ્યા

કોંગ્રેસનાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજરોજ નર્મદા જિલ્લામાંથી ભરુચ જિલ્લાના નેત્રંગ ચાર રસ્તા ખાતે આવી પહોંચતા કોંગ્રેસ-આપના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

મણિપુરથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ હતી જે ન્યાય યાત્રા છોટા ઉદેપુર અને ત્યાંથી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી હતી જે યાત્રા રાજપીપળા થઈ સાડા ચાર કલાકે ભરુચ જિલ્લાના નેત્રંગ ચાર રસ્તા પાસે આવી પહોંચી હતી તે યાત્રાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાઆગેવાન શેરખાન પઠાણ,ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા,આગેવાન ગોપાલ ઇટાલીયા સહિતના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.આ ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીએ જાતિ ગણના,50 ટકા અનામતની લિમિટ હટાવવા તેમજ નરેન્દ્ર મોડુ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને સેનિકોનું પણ અહિત કરાયું હોવાના આક્ષેપ કર્યા હતા વધુમાં તેઓએ અદાણી-અંબાણીના મીડિયા હાઉસમાં આદિવાસીઓને કોઈ સ્થાન નહીં હોવા પણ આક્ષેપ કર્યા હતા.રાહુલ ગાંધીની યાત્રાને પગલે નેત્રંગ ખાતે આપ-કોંગ્રેસના મળી ચાર હજારથી વધુ કાર્યકરો ઉમટી પડ્યા હતા.આ યાત્રામાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ટીમલીના તાલે જૂમી ઉઠ્યા હતા.આ યાત્રામાં ચૈતર વસાવા અને આપના આગેવાન ગોપાલ ઇટાલિયાએ ચોક્કસ આ યાત્રાથી અસર પાડવાની આશા વ્યક્ત કરી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed