December 20, 2024

જૂનાગઢના ભેસાણની સરદાર.પટેલ જીન પ્લોટ પે.સેન્ટર પ્રાથમિક શાળામાં .ધોરણ 6 થી 8 ના 130 જેટલા વિદ્યાર્થીઓએ 100થી વધારે ગણિત અને વિજ્ઞાનની વિવિધ કૃતિઓ બનાવીને પ્રદર્શન યોજ્યું

Share to



     જૂનાગઢના ભેસાણમાં       પ્રધાનમંત્રી સ્કૂલ ઓફ ઇન્ડિયા યોજના હેઠળ પસંદ થયેલી એકમાત્ર ભેસાણ તાલુકાની પીએમ શ્રી સ.વ.પટેલ જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળામાં આજ રોજ ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. કેન્દ્ર સરકારનો આશય છે કે વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષાથી જ વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવે તેમનો દ્રષ્ટિકોણ બદલે અને તેઓ બાળપણથી જ ક્રિએટીવ કાર્ય કરવા પ્રેરિત થાય એ માટે આ સ્પેશિયલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.
            આ પ્રદર્શન વિશિષ્ટ એટલા માટે લાગ્યું કે ધોરણ 6 થી 8 ના 130 જેટલા વિદ્યાર્થીઓએ 100થી વધારે ગણિત અને વિજ્ઞાનની વિવિધ કૃતિઓ બનાવેલી હતી. જેમાં વોટર ગ્રેવિટી, ફેફસાનું વર્કિંગ મોડેલ, વિદ્યુત પરિપથ, વોટર ડિટેક્ટર,રોબોટિક હેન્ડ, જાદુઈ સોય , પોટેટો રોકેટ લોન્ચર , એર ગન, હૃદય નું વર્કિંગ મોડેલ, દ્રાવ્ય અદ્રાવ્ય કસોટી, વોટર સાયકલ, બેલેન્સિંગ બર્ડ, નટ સ્પિનર,  સ્ક્વેર વિલ કાર, સીડી સ્ટ્રોબોનોસ્કોપ વગેરે અસંખ્ય આકર્ષક મોડલ અને કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી.
             આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કે .કે .ચાવડા, ભેસાણ તાલુકાના પીએસઆઇ શ્રી કાતરીયા સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી એવા અનુભાઈ ગુજરાતી અને કુમારભાઇ બસિયા, તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ ભેસાણીયા, બીઆરસી શ્રી દિલીપ મકવાણા, જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ સુરેશભાઈ ખુમાણ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઈ કહોર, તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી નરેન્દ્ર ભાઈ ભુવા, પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીના મંત્રીશ્રી નિતેશભાઈ માથુકિયા, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ દીપકભાઈ દુધાગરા, ભાવેશભાઈ વેકરીયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ પ્રદર્શનને નિહાળવા માટે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનના અંતે તમામ વિદ્યાર્થીઓ માટે ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ.
                આ પ્રદર્શનને સફળ બનાવવા માટે જેમનું ખૂબ મોટું યોગદાન અને માર્ગદર્શન રહ્યું છે અને સતત 15 દિવસથી જેમના માર્ગદર્શન નીચે આ કૃતિઓ તૈયાર થઈ રહી હતી એવા શાળાના શિક્ષિકા બેનશ્રી જયશ્રીબેન વોરા અને નિશાબેન ચપલા, તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉત્સાહ આચાર્યશ્રી ચુનીલાલ વાઘેલા, સીઆરસી શ્રી ચંદુલાલ ગોંડલીયા એ ઉપસ્થિત રહી વધારેલ એવું શાળાના શિક્ષક એવા ડો. કિશોર શેલડીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed