December 17, 2024

જૂનાગઢ ના વિસાવદર લાયન્સ કલબ દ્વારા કેશવ ઓર્થોપેડીક હોસ્પિટલતેમજ ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે હાડકાં તેમજ સાંધાના રોગોનો નિદાન કેમ્પ યોજાયો

Share to




વિસાવદર : માં ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ ખાતે કેશવ ઓર્થોપેડિક હોસ્પિટલ સુરત, વિસાવદર ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ વિસાવદર તેમજ લાયન્સ કલબ વિસાવદરના સયુંકત સહયોગ સાથે વિજયભાઈ રીબડીયા વિસાવદર, ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ વિસાવદર ના વ્યવસ્થાપક અતુલભાઈ શાહ તેમજ લાયન્સ કલબ વિસાવદર ના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના સયુંકત આયોજન તેમજ માર્ગદર્શન તેમજ સહયોગથી હાડકાં તેમજ સાંધાના વિવિધ પ્રકારના રોગો, કમરના દુખાવા, ધુંટણના તથા થાપાના જોઈન્ટ રીપ્લેસમેન્ટ, સહિતની બીમારીઓનો વિના મૂલ્યે નિદાન કેમ્પ યોજાયો ગયો જેમાં હાડકાંના રોગોના નિષ્ણાત સર્જન ડૉ. જનીર રીબડીયા તેમજ મેડિકલ ટીમ દ્વારા પોતાની બહુમૂલ્ય સેવા આપેલ.કેમ્પ મા પોતાની બહુમૂલ્ય સેવા આપનાર ડૉ. જનીર રીબડીયા નું લાયન્સ કલબ વિસાવદર દ્વારા સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ. કેમ્પ દરમિયાન વિસાવદર શહેર તેમજ તાલુકાનાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધેલ.
કેમ્પના શુભારંભ કાર્યક્રમમાં ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલના વ્યવસ્થાપક અતુલભાઈ શાહ, લાયન્સ કલબ વિસાવદર ના સિનિયર માર્ગદર્શક ભાસ્કરભાઈ જોશી, વિસાવદર લાયન્સ કલબ પ્રેસિડેન્ટ રમણીકભાઈ ગોહેલ, વિજયભાઈ રીબડીયા વિસાવદર,વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા, સામાજિક અગ્રણી રવજીભાઈ પૂનાભાઈ સાવલીયા, વિસાવદર નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજ રીબડીયા, વિસાવદર રોટરી કોમ્યુનિટી કૉપ્સ ના પ્રેસિડેન્ટ મુકેશભાઈ રીબડીયા, વિસાવદર શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પ્રફુલ્લભાઈ જોશી, સામાજિક અગ્રણી વલ્લભભાઈ રીબડીયા પ્રેમપરા , બાબુભાઈ મહેતા સહિતનાં મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેલ
કેમ્પ દરમિયાન વિસાવદર ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલના એક્સ રે ટેકનિશિયન ધર્મેશભાઈ વ્યાસ, સંજયભાઈ કીકાણી સહિતનાં સ્ટાફે પોતાની બહુમૂલ્ય સેવાઓ આપેલ.એવી વર્ધમાન સેવા સંધ ના મેનેજિંગ ટ્રસ્ટી ચંન્દ્રકાન્ત દફતરી ની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed