વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને સાકાર કર્યું છે તેવીજ રીતે આ ટ્રાયબલ મ્યુઝિયમ પણ બનશે
રાજપીપલા,રવિવારઃ- રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ ગઇકાલે તા.૨૫/૧૧/૨૦૨૩ના રોજ એક દિવસીય નર્મદા જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ પોઈચા ખાતે પ્રશિક્ષણ શિબિરમાં કાર્યકરોને પ્રેરક સંબોધન માર્ગદર્શન કરીને ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવેલા ટ્રાયબલ મ્યુઝિયમની ઓચિંતિ મુલાકાત લીધી હતી અને ટ્રાયબલ મ્યુઝિયમના નિર્માણ કાર્ય અંગે હાલમાં બાંધકામ બંધ હોઇ સ્થળ પર વિઝિટ કરીને પુનઃ કાર્ય શરૂ કરી આ ટ્રાયબલ મ્યુઝિયમ સાકાર થાય તેવો મત વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ આ મ્યુઝિયમ પણ સાકાર થશે અને પોતે પણ આદિવાસી સમાજના હોઇ આ પ્રોજેક્ટ ઝડપી પૂર્ણ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી અને મ્યુઝિયમની વિવિધ સાઇટની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું અને પ્રોજેક્ટ વિશેની માહિતી અને આ અંગે પોતે પણ પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું. આ અંગે વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
આ પ્રસંગે જિલ્લાના અગ્રણી અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી અને નાંદોદના પ્રાંત અધિકારીશ્રી કેતુલ ઈટાલીયા સહિત સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ