ગ્રાહોકોને ગેસ ભરી અને ગેસ ના સિલીન્ડરની કિંમત કરતા 200 રૂપિયા વધુ લઇ વેચાણ કરતો હોવાની હકીકત આવી સામે..
પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ
12-11-2023 ઉમલ્લા, ઝગડીયા
ઝગડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન તરફથી મળતી માહિતી અનુસાર આરોપી કાદરભાઇ અબ્દુલભાઇ ખત્રી ઉ.વ.41 ધંધો-ગેસ રીપેરીંગ રહે-દુ.વાધપુરા બેન્ક ઓફ બરોડાની બાજુમાં તા.ઝઘડીયા જી.ભરૂચનાએ પોતાના કબજામાં કોઇ સત્તાધિકારો પાસેથી લાયસન્સ મેળવ્યા વગર રાંધણ ગેસ સિલીન્ડરો સરકારશ્રીના નિયંત્રણ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ આવશ્યક ચીજવસ્તુ રાંધણગેસના સિલીન્ડર મેળવી સંગ્રહ કરી પોતાના આર્થીક ફાયદા સારૂ અનઅધિકૃત રીતે ગેસ રીફીલીંગ કરતા Bharat gas ભરેલ સિલીન્ડર તથા સાદો વજનકાંટો તથા વજનીયા તથા ગેસ રીફીલીંગની નોઝલ પાઇપ મળી કુલ્લે કિંમત રૂ.3600/- ની મતાના મુદામાલ સાથે રંગે હાથ ઝડપાઈ ગયો હાતો..
ગતરોજ ઉમલ્લા પો.સ્ટે. વિસ્તારમા પોલીસ ના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દુ.વાધપુરા ગામે બજારમાં નવરાત્રી ચોકમાં અંગત બાતમીદાર થી બાતમી મળેલ કે દુ.વાધપુરા ગામે બેન્ક ઓફ બરોડાની બાજુમા આવેલ ઘરે એક ઇસમ મોટા ગેસના બોટલઓમાંથી ગેસ રીફીલીંગ કરી ગ્રાહકોને વેચાણ કરે છે જે હકીકત આધારે દુ.વાધપુરા ગામે બેન્ક ઓફ બરોડાની બાજુમા આવેલ ઘરે રેઇડ કરતા ઘરના આગળ ઓટલાના ભાગે એક ઇસમ હાજર હોય અને તે એક મોટા ગેસના સિલીન્ડરમાં રીફીલીંગની નોઝલ પાઇપ લગાડી ગ્રાહકની રાહ જોઇ બેસેલ હોવાનુ જણાતા રૂબરૂ તે ઈસમ નું નામ ઠામ પુછતાં તેણે પોતાનુ નામ કાદરભાઇ અબ્દુલભાઇ ખત્રી ઉ.વ.41 ધંધો-ગેસ રીપેરીંગ રહે-દુ.વાધપુરા બેન્ક ઓફ બરોડાની બાજુમાં તા.ઝઘડીયા જી.ભરૂચનો હોવાનુ જણાવેલ જે ઇસમ પાસે ગેસ એજન્સી કે અન્ય કોઇ સતાધિકારીનુ ગેસ રીફીલીંગ કરવા અંગેના લાયસન્સની માંગણી કરતા તેણે નહી હોવાનું જણાવેલ જેથી તેને સાથે રાખી સદર જગ્યાએ સાથેના પંચો રૂબરૂ જોતા અંગ્રેજીમાં એક Bharat gas લખેલ લોગો વાળો ગેસનો બોટલ હોય જેના ઉપર અંગ્રેજીમાં NET WT.15.6 Kg નો બોટલ તથા ગેસ રીફીલીગ કરવા માટેની નોઝલ પાઇપ તથા એક સાદો વજનકાંટો તથા વજન કરવા માટેના વજનીયા 1 KG ના 3 તથા 500Gm 500Gm નું 1 તથા 200 GmGmનું-1 100 GmGmના 2 મળી આવેલ.જે રાંધણગેસના મોટા સીલીન્ડર બોટલની કિંમત કિ.રૂ.2500/- તથા ગેસ રીફલીંગ કરવા માટેની નોઝલની કિ.રૂ.250/- તથા સાદા વજન કાટાંની આશરે કિ.।.700/- તથા વજનીયાની કિ.રૂ.150/-ગણી લઇ કુલ્લે કિ.રૂ.3600/- નો મુદ્દામાલમળી આવ્યો હતો પકડાયેલ ઇસમ દ્વારા મળી આવેલ ગેસ સિલીન્ડર માથી કોને કોને ગેસ રીફીલીગ કરેલ છે.તે બાબતે પુછપરછ કરતા જણાવેલ કે,મોટા સિલીન્ડરમાંથી નાના ગેસ સિલીન્ડરમાં નોઝલ પાઇપ મારફતે ઘરે આવતા ગ્રાહોકોને ગેસ ભરી આપી અને ગેસ ના સિલીન્ડરની કિંમત કરતા 200 રૂપિયા વધુ લઇ વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ હતી જેથી ઉપરોકત તમામ મુદ્દામાલ પંચનામાની વિગતે તપાસ અર્થે ઉમલ્લા પોલીસ દ્વારા કબ્જે કરી પકડાયેલ આરોપી કાદરભાઇ અબ્દુલભાઇ ખત્રી ઉ.વ.41 ધંધો-ગેસ રીપેરીંગ રહે-દુ.વાધપુરા બેન્ક ઓફ બરોડાની બાજુમાં તા.ઝઘડીયા જી.ભરૂચનાઓ વિરૂધ્ધ ઇ.પી.કો કલમ 286 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 ની કલમ-3,7 મુજબ ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી રહી છે…
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…