ઈકરામ મલેક:રાજપીપળા
સ્ટેટ વખતે આ જગ્યા મારા દાદા ને માછી સમાજે માત્ર પ્રજા ના બિન નફા ના વપરાશ માટે સુપરત કરેલી વેપાર માટે નહીં
#################
રાજ. પાલિકા ના ચીફ ઓફીસર રાહુલ ડોડીયા એ કલેકટર ને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોર્યા છે
—————————————-
રાજપીપળા નગરના એકમાત્ર જાહેર ઉદ્યાન વિનાયક રાવ વૈદ્ય ગાર્ડનમાં નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ અને ફૂડ કોર્ટ બનાવવાનું શરૂ કરાયું હતું ત્યારે ફૂડ કોર્ટ બનાવવા માટે ગાર્ડનની અંદર આગળના ભાગે આવેલી બાળકોના રમત ગમત માટેની જગ્યા નું ભોગ લેવાઈ ગયો હતો બાળકોના રમતોના સાધન તોડી ફોડી હટાવી દઈ ત્યાં પાકી દુકાનો બનાવવાની કામગીરી જોઈ નગરજનોમાં અને બાળકોમાં ભારે દુઃખ પ્રવર્તી ગયો હતો.
ત્યારે નગર ના કેટલાક જાગૃત લોકો એ આ મામલે પોતાનો વિરોધ દર્શાવી નગરપાલિકા ને અને ઉચ્ચ સત્તા વાડાઓ ને આ મામલે દરમ્યાન ગિરી કરી પાલિકાની આ ખોટી કામગીરી ને અટકાવવા માટે અરજ ગુજારી હતી, પરંતુ કોઈએ તેમની વાત કાને ધરી ન હતી, અને પાલિકા નું વિપક્ષ પણ આંખો અને કાન બંધ કરી બેસી ગયું હતું. નગર ના યુવકો હિરેન તડવી અને દિનેશભાઇ રતનલાલ માછી દ્વારા આ મામલે લડત શરૂ કરાઈ હતી.
પરંતુ પાલિકા ના સત્તાધારીઓ એ પોતાની મનમરજી ચાલુ રાખી હતી, ત્યારે સમગ્ર મામલો રાજપીપળા સ્ટેટ ના પ્રિન્સ અને ઇન્ટરનેશનલ સેલિબ્રિટી માનવેન્દ્રસિંહ ના ધ્યાને આ વાત આવતા તેમણે આ મામલે અંગત રસ લઈ જિલ્લા કલેકટર સહિત મુખ્યમંત્રી ને પત્રો લખતા દોડધામ મચી ગઇ હતી, અને ગાર્ડન મા ચાલતી બાંધકામ પ્રવૃત્તિ માટે કોઈપણ જાત ની મંજૂરી લેવાઈ ન હતી એવું ભાંડો ફૂટતા જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક ધોરણે બાંધકામ અટકાવી દેવા હુકમ કર્યો હતો.
ત્યારે આજરોજ રાજવી પ્રિન્સ માનવેન્દ્રસિંહ દ્વારા મીડિયા સાથે રાજપીપળા ગાર્ડન ની મુલાકાત લઈ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી, અને પોતાના વંશજો દ્વારા સરકાર ને સુપરત કરાયેલી ઇમારતો ની નિષ્કાળજી અને ગેર-ઉપયોગ સામે વાંધો ઉઠાવી દુઃખ વ્યક્ત કર્યું હતું અને પોતે નગરજનો ના પડખે ઉભા છે એવું કહ્યું હતું.
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ