December 18, 2024

ખેતીમાં ૧૦ કલાક વીજળીના નિણૅયમાં દ.ગુજરાતને બાકાત રખાતા કચવાટ

Share to



* નેત્રંગ-વાલીયા અને ઝઘડીયા તાલુકામાં સિંચાઈ-પીવાના પાણી સહિત વીજળી માટે પણ ખેડુતોને હવાતિયા

* સપ્ટેમ્બર માસમાં શેરડીની રોપણી શરૂ થશે ત્યારે પાણી માટે વીજળીની જરૂર પડશે

તા.૩૦-૦૮-૨૦૨૩ નેત્રંગ.

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈ-પીવાના પાણી માટે ખેડુતોને ભારે હાડામારીનો સામનો કરવો પડે છે.૧૦૦૦-૧૨૦૦ ફુટ ઉંડા કરવાથી માંડ-માંડ પાણી મળતું હોય છે.તે પણ વીજળીના ધાંધીયાના કારણે પાકમાં પાણી આપી શકાતું નથી.તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા સહિત દ.ગુજરાતમાં ખેડુતોને ૮ કલાક જ વીજળી આપવામાં આવે છે.જ્યારે ખેડુતોએ ૧૨ કલાક વીજળીની માંગ કરી રહ્યા છે.

રાજ્ય સરકારે ગુજરાતના ૧૪ જીલ્લામાં ૧૨ કલાક વીજળી આપવાનો નિર્ણય કયૉ છે.આ નિર્ણયને લઈને દ.ગુજરાતના ખેડુતો જણાવે છે કે,દ.ગુજરાતમાં ખેડુતોને ૧૦ કલાક વીજળી મળે તે માટે વષૉથી રજુઆત કરી રહ્યા છે.પરંતુ નહીં અપાતા ખેડુતોને અન્યાય કયૉ છે.૧ સપ્ટેમ્બરથી દ.ગુજરાતમાં ૧.૫૦ લાખ એકર જમીનમાં શેરડીની રોપણી શરૂ થનાર છે,હાલ ડાંગરનો પાક ૧.૭૦ લાખ એકર જમીનમાં ઉભો છે.બંને પાકને પાણી સખત જરૂરીયાતના વચ્ચે ખેડુતો ચિંતિત બન્યા છે.મેઘરાજા ગાયબ થતાં ઉભો પાક પાણીની અછતના કારણે બળીને ખાખ થઈ શકે તેમ છે.તેવા સંજોગોમાં ગુજરાત રાજ્યાના ૧૪ જીલ્લામાં ખેડુતોને ૧૦ કલાક વીજળી મળશે. પરંતુ દ.ગુજરાતના ખેડૂતોને કેમ નહીં તે ગંભીર પ્રશ્ન ઉદભવતા કોંગ્રેસ-આપ તાલુકાક્ષાએ આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરશે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed