December 21, 2024

અમરેલી ની મેઘાણી હાઈસ્કૂલમાં વોલીબોલ સ્પર્ધા યોજાઈ

Share to



અમરેલીમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગાંધીનગર આયોજિત મેઘાણી હાઈસ્કૂલમાં વોલીબોલ રમતોત્સવનું – ભવ્ય આયોજન થયું જેમાં જિલ્લા માં વોલીબોલ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા અને તાલુકા કક્ષાની કબડ્ડી, ખો – ખો, વોલીબોલ તેમજ એથ્લેટીક્સ સ્પર્ધામાં જિલ્લા ભરની શાળાઓના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ રમતોત્સવમાં જિલ્લા અને તાલુકાની સરકારી અને ખાનગી શાળાના મોટી સંખ્યામાં યુવાનો ભાઈઓ તેમજ બહેનો પોતાની રમત પ્રત્યેની પ્રતિભા,કૌશલ્ય અને શ્રેષ્ટ પ્રદર્શનથી પ્રથમ,દ્વિતીય તથા તૃતિય ક્રમાંક મેળવી ને હવે જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી પોતાના માતા પિતા,ગુજરાત ભારતનું નામ રોશન કરી રમત ગમત પ્રત્યે રાષ્ટ્રીય રમતનું મહત્વ સમજી રાષ્ટ્ર માટે રમવા માટેનું સ્વપ્ન સાકાર કરશે..આ રમતોત્સવમાં રમતવીરોનો ઉત્સાહ વધારવા ખાસ ધારાસભ્ય જે, વિ કાકડિયા તેમજ શાળાના આચાર્યો,શિક્ષકગણ,કોચ માતા પિતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા… દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં સપોર્ટ સ્કૂલો પણ ખોલવામાં આવી છે અને આવતા સમય પણ ઓલમ્પિક ગેમ્સની મેજબાની ભારત કરવાનું હોય તો પહેલાના સમયમાં ફ્રાન્સ ચીન અમેરિકા જાપાન જેવા દેશો મેડલો લઈ જતા હતા હવે આ મેડલો ભારતના વિદ્યાર્થીઓ લેશેઅને ભારત દેશનું નામ રોશન કરશે નગરપાલિકા પ્રમુખ ઇન્દ્રકુમાર ખીમસુરીયા ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાઈ ભાખર ધીરુભાઈ માયાની રશ્મિનભાઈ ડોડીયા એ, વી રીબડીયા ડોક્ટર કમળિયા રંજનબેન ગોહિલ પી, ડી મિયાણી પ્રફુલભાઈ સાવલિયા મુકેશભાઈ, કંકુભાઇ, નકાભાઈ, રમત ગમત અધિકારીઓ સહિત આગેવાનો હાજર રહ્યા હતા

,રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed