રાષ્ટીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત બોડેલી ખાતે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

Share to



રાષ્ટીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે રાખી મેળાનું આયોજન કરવામાં હતું આ મેળાનો ઉદ્દેશ સખી મંડળ સાથે જોડાયેલ બહેનોને આજીવિકા સાથે જોડવા તથા તેમના દ્વારા જે અલગ અલગ પ્રવૃતિ કરવામાં આવે છે તેઓને માર્કટ સાથે જોડીને આવકમાં વધારો કરવામાં આવે તેના માટે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી એન.આર.એલ.એમ શાખા. મીશન મંગલમ યોજના દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં તાલુકા વિકાસ અધિકારી એ.કે.ઝાલા તેમજ બોડેલી તાલુકા લાઈવલહુડ મેનેજર ગજેન્દ્રકુમાર મોદી તેમજ ભુપેશભાઈ રાણા તાલુકા લાઈવલીહુડ મેનેજર સંખેડા ઉપસ્થિત રહ્યા હતા આ મેળા દ્વારા ગરીબ બહેનોને એક તક મળી છે કે તેમની સામાજીક અને આર્થિક પરિસ્થિતીમાં સુધારો લાવી શકે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to