December 11, 2023

સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ દહેજ ખાતે રોજગાર કચેરી ભરૂચ અને NICS શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જોબ ફેરનું આયોજન કરાયું.

Share to



ભરૂચ – શનિવાર – સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ દહેજ ખાતે રોજગાર કચેરી ભરૂચ અને NICS શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું હતું. આ જોબ ફેરમાં કુલ ૯ કંપનીઓ દ્વારા ૨૨૩ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લેવાયો હતો એમાંથી ૩૨ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો લીના દવે, NICS શ્રમ અને રોજગાર મંત્રાલય ના યંગ પ્રોફેશનલ શ્રી કૃંતન ભટ્ટ અને રોજગાર કચેરી ભરૂચના પ્લેસમેન્ટ ઓફિસર શ્રી જીગ્નેશ રાણા દ્વારા જોબ ફેર ખુલ્લો મુકાયો હતો.
આ જોબ ફેરનું સમગ્ર આયોજન કોલેજ ના ઉદિશા કોર્ડીનેટર ગાયત્રી ગોવાલવંશી દ્વારા આચાર્ય ડો લીના દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું હતું. કોલેજ સમિતિના સભ્યો ડો નિરવ પંડ્યા, શિલ્પા રાણપુરા, શીવાંગીની ચોધરી અને બળદેવ ભાઈ ચાવડા એ સુચારુ સંચાલન દ્વારા જોબ ફેરને સફળ બનાવ્યો હતો.


Share to

You may have missed