ગુજરાત માં દારૂબંધી છે. પરતું એ માત્ર કેહવા માટે જ હોય એમ લાગી રહીયું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે લાલ આંખ કરી છે, સતત જિલ્લામાં વિવિધ સ્થળે દરોડા પાડી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો તેવામાં આજ રોજ રાજપારડી વિસ્તાર માં પેટ્રોલિંગ કરતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળેલ કે, રાજપારડી ટાઉનમાં સડક ફળીયા ખાતે રહેતો સુનિલભાઇ મયજીભાઇ વસાવાનાએ તેના ઘરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે” જે મળેલ બાતમી આધારે એલ.સી.બી ની ટીમ દ્વારા રેડ કરતા ઘરમાં કોઇ હાજર મળી આવેલ નહીં ત્યારે વધુ તપાસ કરતા ઘરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીન નંગ- ૬૧૨ જેની કિંમત રૂપિયા ૭૩,૨૦૦/- નો મુદામાલ પકડી પાડી એક લિસ્ટેડ બુદેલગર જેનું નામ સુનિલ મયજી વસાવા રહે, સડક ફળીયું રાજપારડી તા-ઝઘડીયા ને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબીશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી રાજપારડી પોલિશ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો,
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…