December 22, 2024

નેત્રંગ નગરમા આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્રવરીય વિશ્ર્વ વિદ્યાલય શાખામા રક્ષાબંધ પવઁની ભવ્ય ઉજવણી થઈ.

Share to



પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્રવરીય વિશ્ર્વ વિદ્યાલય ની નેત્રંગ શાખા ખાતે ભકિતમય માહોલમા રક્ષાબંધ પવઁની ભવ્ય ઉજવણી ભકતજનોએ કરી હતી.

નેત્રંગ નગરમા છેલ્લા કેટલાક વર્ષો થી જીનબજાર વિસ્તાર મા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્રવરીય  વિદ્યાલય ની શાખા ચાલી રહી છે. આ શાખાનો પછાત વિસ્તારમા એક જ મુખ્ય દય્યે રહ્યો છે. કે ગરીબ ભોળી આદિવાસી પ્રજાને લાભોલાલચ આપી ધમઁ પરીવર્તન ચાલતી પ્રવૃતિ ને અટકાવવાનુ તેમજ હિન્દુ સમાજ ના લોકોને શીવ પરમાત્માનો મહિમા સમજાવી સાચી ભકિત તરફ વાળવાનો રહ્યો છે.

નેત્રંગ શાખામા હિન્દુ સમાજ ના ભાવિકભકતોમા. એકતા  અને સંગઠન કાયમ બની રહે તે હેતુને લઇ ને દરેક તહેવારો ની ઉજવણી કરવામા આવે છે. ચાલુ શ્રાવણ માસ દરમિયાન પુનમના દિવસે રક્ષાબંધન પવઁની દેશભરમા ભવ્ય ઉજવણી થશે જેના ભાગ રૂપે નેત્રંગ શાખામા તા ૨૧મી ઓગસ્ટ ના રોજ ઝાડેશ્વર ખાતે આવેલ મુખ્ય શાખાના પ્રભા દીદી ની નિશ્રામા રક્ષાબંધન પવઁની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમા મોટી સંખ્યામા ભાવિક ભકતજનોએ લાભ લીધો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed