December 17, 2024

તા. ૮ ઓગષ્ટ ૨૦૨૩ થી તા. ૭ ઓગષ્ટ ૨૦૨૪ સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે વાલીયા રોડ કિમી ૦/૦ થી ૨૧/૨૦માં ડહેલી ગામ પાસે કિમ નદી પર અવેલ બ્રિજના બંને તરફ ૧૨.૦૦ મેટ્રિક ટનથી વધુ ભારે વાહનોની અવર-જવર સંપૂર્ણ બંધ કરતું જાહેરનામું

Share to



*રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા મુજબ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે*

ભરૂચ: મંગળવાર:તા. ૮ ઓગષ્ટ ૨૦૨૩ થી તા. ૭ ઓગષ્ટ ૨૦૨૪ સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે વાલીયા રોડ કિમી ૦/૦ થી ૨૧/૨૦માં ડહેલી ગામ પાસે કિમ નદી પર અવેલ બ્રિજના બંને તરફ ૧૨.૦૦ મેટ્રિક ટનથી વધુ ભારે વાહનોની અવર-જવર સંપૂર્ણ બંધ કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
ઉપરોક્ત રસ્તો બંધ થવાથી નીચે જણાવેલ રસ્તા પરથી અવજ જવર કરવા ડાયવર્ઝન આપવામાં આવે છે.
૧૨.૦૦ મેટ્રિક ટનથી ભારે વાહનો ડહેલી બ્રિજને સમાંતર પાકા ડાયવર્ઝન પરથી અવર જવર કરી શકશે તથા ભારે વરસાદને કારણે ડહેલી બ્રીજને સમાંતર પાકા ડાયવર્ઝનને બંધ કરવાની જરૂરીયાત જણાય તેવા સંજોગામાં નીચે મુજબનો ડાયવર્ઝનનો રૂટ અમલ કરી શકાશે.
ભારે વરસાદને કારણે ડહેલી બ્રીજને સમાંતર પાકા ડાયવર્ઝનને બંધ કરવાની જરૂરીયાત જણાય તેવા સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નીચે જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે
(૧) વાલીયા તરફથી આવતા ભારે વાહનો વાલીયા-નેત્રંગ થઈ વાડી તરફ અવર-જવર કરી શકશે.
(૨) વાડી તરફથી આવતાં ભારે વાહનો વાડી-નેત્રંગ થઈને વાલીયા તરફ અવર-જવર કરી શકશે.
આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુ.પો.અ. કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.


Share to

You may have missed