December 23, 2024

ભરૂચના વાગરા ખાતે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનને જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી અલ્પાબેન પટેલના વરદ્હસ્તે ખુલ્લું મુકાયુંયુવાઓમાં રચનાત્મક વિચારો તથા સંશોધન થકી જ દેશના આર્થિક વિકાસનો લક્ષ્યાંક નિયત સમય પહેલા મેળવી શકીશું: જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ

Share to





*બાળ વૈજ્ઞાનિકોના ઉત્સાહને બિરદાવવા તથા માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહિત કરવાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું*.

ભરૂચ: મંગળવાર- – જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ અન્વયે તા.૦૩ જાન્યુઆરી થી ૫ જાન્યુઆરી ૨૦૨૩ ના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કુમાર શાળા વાગરા ખાતે યોજાયું હતું.
આ વિજ્ઞાન મેળામાં અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના અલ્પાબેન પટેલની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરવામા આવ્યો હતો. કન્યા શાળાની દીકરીઓએ પ્રાથના કરી ઈશ્વરની સ્તુતી કરી હતી. ત્યારબાદ મહાનુભવોને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરાયું હતું.
ભરૂચ ડાયટના વિજ્ઞાન સલાહકાર પી. બી. પટેલ પ્રાંસગિક રૂપરેખા આપી કહ્યું હતું કે, જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ૪૫ કૃતિઓ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં મુકાઈ હતી. અહીથી શ્રેષ્ઠ ૫ કૃતિઓ ઝોન કક્ષાએ પ્રદર્શનમાં મુકાશે.
કાર્યક્રમના અઘ્યક્ષપદેથી જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી અલ્પાબેન પટેલે પ્રાંસગિક ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં વિદ્યાથીઅી પારંગત થાય તો દેશના વિકાસમાં માતબર ફાળો આપી શકે છે.યુવાઓમાં રચનાત્મક વિચારો તથા સંશોધન થકી જ દેશના આર્થીક વિકાસનો નિર્ધારીત લક્ષ્યાંક નિયત સમયગાળા કરતાં પણ ઝડપથી હાંસલ કરી શકાશે.તેમ પણ તેમણેજણાવ્યું હતુ.
વાગરા તાલુકા કુમાર શાળામાં કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા, વાગરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કોમલ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કિશન વસાવા, ડાયટ ભરૂચનાં પી. બી. પટેલ, વિજ્ઞાન સલાહકાર અને પ્રાચાર્ય શ્રીમતિ કલ્પનાબેન ઉનટકર, વાગરા મામલતદાર સુશ્રી વિધુ ખેતાણી, તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશ પટેલ, તાલુકા પ્રાથમિક અધિકારી શ્રીમતી જલ્પા વટનાંવાલા, બી. આર. સી. અને સી.આર.સી. અને ગ્રામ પંચાયતના લોકો, બાળ વૈજ્ઞાનિકો અને શાળાના બાળકો વગેરેની ઉપસ્થિતિ ઉષ્મા પ્રેરક બની હતી.
-૦૦-


Share to

You may have missed