December 23, 2024

આગામી તા.૨૫ મી જાન્યુઆરીએ નર્મદા જિલ્લાના તમામ તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Share to

સ્વાગત ફરિયાદ નિવારણમાં ભાગ લેવા જિલ્લાના અરજદારોને તેમની ફરિયાદો તા.૧૫ મી જાન્યુઆરી,૨૦૨૩ સુધીમાં સંબંધિત અધિકારીશ્રીઓને મોકલી આપવા કરાયેલી અપીલ

          રાજપીપલા,મંગળવાર :- નર્મદા જિલ્લાના પ્રજાજનોની સુખાકારી માટે અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આગામી તા.૨૫/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦=૩૦ કલાકે નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓનો તાલુકા સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંબંધિત તાલુકા મામલતદારશ્રીઓની કચેરીમાં અને ગ્રામ્ય સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦=૩૦ કલાકે સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીની કચેરીમાં યોજાશે. આ ફરિયાદ નિવારણમાં ભાગ લેવા માટે અરજદારોએ તા.૧૫/૦૧/૨૦૨૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં તેમનું પુરૂ નામ, પુરૂ સરનામું અને ટેલીફોન/મોબાઇલ નંબરની વિગતો સાથે તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સંબંધિત મામલતદારશ્રીઓની કચેરીએ અને ગ્રામ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સંબંધિત ગામના તલાટી-કમ-મંત્રીશ્રીની કચેરીએ અરજદારે પોતાની ફરિયાદ અરજી બે નકલમાં રજૂ કરવાની રહેશે. નામ વગરની કે અધુરી વિગતોવાળી અરજીઓ ફાઇલે કરવામાં આવશે.

         વધુમાં, પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો તા.૧૫ મી જાન્યુઆરી,૨૦૨૩ સુધીમાં જે તે ખાતાના પ્રશ્નો અંગે સંબંધિત ખાતાના વડાને સુવાચ્ય અક્ષરે અરજી કરવાની રહેશે અને તેની બે નકલ સંબંધિત મામલતદાર કચેરી, ખાતે તા.૧૫/૦૧/૨૦૨૩ સાંજના ૬=૦૦ કલાક સુધીમાં આપવાની રહેશે. ત્યારબાદ મળેલ અરજીઓ કાર્યક્રમમાં લેવામાં આવશે નહિં.

          કોર્ટને લગતી, નીતિ વિષયક અને કર્મચારીને લગતા તથા સેવા વિષયક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે નહી. એક અરજીમાં એક જ પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અને ખાતાવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌ પ્રથમ ખાતાને અરજી કરેલ હોય અને જે તે ખાતાના વિભાગ મારફતે કોઇ કાર્યવાહી ન થવા પામી હોય અથવા જે તે વિભાગ દ્વારા કોઇ પ્રત્યુતર મળેલ ન હોય તેવી અરજીઓ જ સ્વાગત કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે. આ અરજી સાથે જિલ્લામાં જે કચેરીમાં અરજી પડતર છે તેમને કરેલી રજૂઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજદારે આ કાર્યક્રમમાં રજૂ કરેલા પ્રશ્નો તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા જ પ્રશ્નો રજૂ કરવાના રહેશે. અરજી ઉપર તેમજ અરજી મોકલવાના કવર ઉપર “તાલુકા / ગ્રામકક્ષાનો સ્વાગત કાર્યક્રમ” સ્પષ્ટ રીતે લખવાનું રહેશે. સરકારી વિભાગોના જિલ્લાકક્ષાના સંબંધિત અધિકારીશ્રીઓએ કલેક્ટરશ્રીની ચેમ્બરમાં, કલેક્ટર કચેરી, નર્મદા ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. અરજદારે પણ તે જ દિવસે સવારે ૧૦:૩૦ કલાકે દર્શાવેલ સંબંધિત સ્થળે પોતાના પ્રશ્નો અંગેના આધાર-પુરાવા સહિત હાજર રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી, નર્મદા-રાજપીપલા દ્વારા જણાવાયું છે.           


Share to

You may have missed