December 23, 2024

આરોગ્ય કચેરી,કુટુંબ કલ્યાણ શાખા ધ્વારાભરૂચ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૧ની થનારી ઉજવણી

Share to


તા.૧૧/૦૭/૨૦૨૧થી તા.૨૪/૦૭/૨૦૨૧ સુધી જનસંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવાશે
0 0 0 0 0 0 0
વિશ્વ વસ્તી પખવાડિયા દરમ્યાન તમામ લક્ષિત દંપતિઓ પરિવારની
આરોગ્ય સુખાકારી માટે કુટુંબ કલ્યાણ સેવાઓનો વિશેષ લાભ લે
0 0 0 0 0 0 0
ભરૂચઃ સોમવાર :- ૧૧ જુલાઇ-૨૦૨૧ને વિશ્વ વસ્તી દિવસ-ર૦ર૧ ઉજવણી સંદર્ભે ભરૂચ જિલ્લામાં તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો,સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલ ખાતે તા.૧૦/૦૭/૨૦૨૧ સુધી દંપતિ સંપર્ક પખવાડિયું અને તા.૧૧/૦૭/૨૦૨૧થી તા.૨૪/૦૭/૨૦૨૧ સુધી જનસંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવવામાં આવનાર છે.
જેમાં કુટુંબ કલ્યાણ સેવાઓ વિશેની જાણકારી, લોકજાગૃતિ માટે વિવિધ આઇ.ઇ.સી પ્રવૃતિઓ જેવી કે લક્ષિત દંપતિ મુલાકાત, બેનર,પોસ્ટર, પત્રિકા વહેંચણી, હોર્ડિંગ્સ,લોગો, સૂત્રો,પ્રદર્શન,સાયકલ રીક્ષા વગેરે ધ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવનાર છે તેમજ ૧૧ જુલાઇ-૨૦૨૧ થી ૨૪ જુલાઇ -૨૦૨૧ સુધીમાં લક્ષિત દંપતિઓને કુટુંબ કલ્યાણની કાયમી અને બિન કાયમી પધ્ધતિઓ જેવી કે પુરૂષ નસબંધી, સ્ત્રી નસબંધી, કોપર –ટી/ PPIUCD, ઓરલ પિલ્સ,છાયા,અંતરા, નિરોધ વગેરે પધ્ધતિઓથી રક્ષિત કરી નાનું કુટુંબ – સુખી કુટુંબ નું ધ્યેય હાંસલ કરી વસ્તી નિયંત્રણ તેમજ બે બાળકો વચ્ચે અંતર રાખી માતા અને બાળકોનું આરોગ્ય સુદ્રઢ થાય તે માટે કુટુંબ કલ્યાણ સેવાઓ આપવામાં આવશે. એક દિકરી ઉપર નસબંધી કરાવનાર લાભાર્થીને રૂા.૬,૦૦૦/- ( અંકે રૂપિયા છ હજાર )ના રાષ્ટ્રીય બચતપત્ર અને બે દિકરી ઉપર નસબંધી કરાવનાર લાભાર્થીને રૂા. પ,૦૦૦/- ( અંકે રૂપિયા પાંચ હજાર ) ના રાષ્ટ્રીય બચતપત્ર મળવાપાત્ર છે. પુરૂષ નસબંધી કરાવનારને રૂા.ર,૦૦૦/- ( અંકે રૂપિયા બે હજાર ) અને સ્ત્રી નસબંધી કરાવનારને રૂા.૧,૪૦૦/- ( અંકે રૂપિયા એક હજાર ચારસો ) તેમજ પ્રસુતિ બાદ ૭(સાત) દિવસમાં કાયમી સ્ત્રી નસબંધી કરાવનારને રૂા.ર,ર૦૦/- ( અંકે રૂપિયા બે હજાર બસો ), સહાય મળવાપાત્ર છે. પ્રસુતિ બાદ ૪૮ કલાકમાં PPIUCD મુકાવનારને રૂા.૩૦૦/- ( અંકે રૂપિયા ત્રણસો )મળવાપાત્ર છે. ચાલુ વર્ષ ૧૧ જુલાઇ -૨૦૨૧ના રોજ વિશ્વ વસ્તી દિવસનું સૂત્ર “ આપદામાં પણ કુટુંબ નિયોજનની તૈયારી, સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારી “ આપવામાં આવેલ છે જે અંગે ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ધ્વારા વિશ્વ વસ્તી પખવાડિયા દરમ્યાન તમામ લક્ષિત દંપતિઓ પરિવારની આરોગ્ય સુખાકારી માટે કુટુંબ કલ્યાણ સેવાઓનો વિશેષ લાભ લે તેવો અનુરોધ કરવામાં આવે છે


Share to

You may have missed