પાટણ…..
ચાણસ્મા અેસ.ટી.ડેપોમાં મહિલાનાં રૂ. 3.15 લાખનાં દાગીના ચોરનાર મહિલા ઝડપાઈ
– *ચાણસ્મા પોલીસે ગણતરીનાં કાલાકોમાં જ લાખોનાં દાગીના ચોરનાર મહિલાને ઝડપી પાડી*
સ્લગ :-
ચાણસ્મા બસ ડેપોમાંથી વડાવલી જવા અેસ.ટી.બસમાં બેસવા જતા મહિલાનાં પર્સમાંથી રૂ. 3.15 લાખના દાગીનાની ઉઠાંતરીની ઘટનાંને પગલે ચાણસ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ચાણસ્મા પી.આઈ. શક્તિસિંહ ગોહિલ તેમજ હેડકોન્સટેબલ સરદારસિંહ સહિતનાં સ્ટાફે તપાસના ચક્રોગતિમાન બનાવી ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી કતરા ગામની મહિલાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનુ પોલીસ સુત્રોઅે જણાવ્યું હતું
અેન્કર :-
બનાવની મળતી હકીકત મુજબ
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામાનાં પુજાબા ભરતસિંહ સોલંકી નામની મહિલા બુધવારના રોજ ચાણસ્મા અેસ ટી ડેપો ખાતેથી વડાવલી જવા અેસ.ટી બસમાં બેસવા જતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેઅોની નજર ચુકવી મહિલાનાં પર્સમાંથી રૂ. 3.15લાખની કિમતના સોના ચાંદીનાં દાગીના સિફતા પૂર્વક રિતે ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે બાબતની પુજાબાને જાણ થતાં તેઅોઅે દાગીના ચોરી જનારા અજાણ્યા ઈસમની પરિવારજનો સાથે તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ જગ્યાએ તેનો અતો પત્તો ના લાગતા આખરે તેઅો દ્ધારા ગુરુવારનાં રોજ ચાણસ્મા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચાણસ્મા પી.આઈ. શક્તિસિંહ ગોહીલ અને હેડ કોન્સટેબલ સરદારસિંહ સહિતના સ્ટાફે ચક્રોગતિમાન બનાવી ગણતરીના કલાકોમાં જ કાતરા ગામની હાલ રહે મોઢેરાવાળી જસોદાબેન બાબુભાઈને ચોરીના મુદ્દા માલ સાથે આબાદ ઝડપી લઈ પાટણ જીલ્લા પોલીસવડા સમક્ષ રજુ કરી આગળની તજવીજ હાથ ધરી છે ચાણસ્મા પોલીસ દ્ધારા ગણતરીના કલાકોમાં જ ચોરીના બનાવને ઉકેલવામાં આવતા તેઅોની કામગીરીને પાટણ જીલ્લા પોલીસવડાઅે બિરદાવી હતી………..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ