December 22, 2024

લાજપોર-કનસાડ-સચીન રોડ ઉપર રેલ્વેનું લેવલ ક્રોસીંગ-૧૩૭ પરથીવાહનોની અવર જવર પર પ્રતિબંધઃ

Share to


———
સુરતઃ- શનિવારઃ- સચીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મુંબઈ-સુરત રેલ્વે લાઈન પર કનસાડ ગામે એમ.ડી.આર.લાજપોર-કનસાડ-સચીન રોડ ઉપર રેલ્વેનું લેવલ ક્રોસીંગ-૧૩૭ પર નવા આર.ઓ.બી.નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવનાર છે. જેથી સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા તા.૩૧/૩/૨૦૨૨ સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
વૈકલ્પિક વ્યવસ્થા તરીકે લાજપોર ગામ તરફથી રેલ્વે ફાટક નં.૧૩૭ ક્રોસ કરીને કનસાડ તરફ આવતા વાહનો ગ્રામ્ય માર્ગ એલ.સી.ફાટક નં.૧૩૮થી કનસાડ તરફ જઈ શકશે. કનસાડ ગામમાંથી લાજપોર-કનસાડ-સચીન રોડ થઈ સચીન(આર.યુ.બી.) અન્ડર પાસ(રેલ્વે અન્ડર બ્રીજ)નો ઉપયોગ કરી કનસાડ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થઈ સુરત-સચીન-નવસારી રોડનો ઉપયોગ કરી શકશે. ભારે વાહનો માટે ફકત લાજપોર ગામ સુધી પ્રવેશ કરી શકશે. તેમજ સુરત સચીન નવસારી રોડનો ઉપયોગ કરી શકાશે. અપવાદ તરીકે પોલીસ, એમ્બયુલન્સ, એસ.એમ.સી. તથા ફાયરબ્રિગેડના વાહનોને મુકિત આપવામાં આવી છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


Share to

You may have missed