December 20, 2024

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે 110 કાર્યકર્તા ભાજપ કોંગ્રેસ છોડી આપમાં જોડાયા

Share to



હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે ગામ લોકો દ્વારા મીટીંગનુ આયોજન કરાયું હતું જેમાં આમ આદમી પાર્ટીની વિચાર ધારાથી પ્રેરાયને ભાજપ અને કોંગ્રેસ છોડીને ૧૧૦ થી વધુ સંખ્યામા યુવાનો વડીલો આમ આદમી પાર્ટી હળવદ સાથે જોડાયા આવનારા સમયમા પાર્ટી સાથે ખડે પગે કોઈ પણ સંજોગોમાં ઊભા રેહશુ અને પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે પૂરો સહકાર આપશું એવી બાયેંધરી ગામ લોકોએ આપી હતી અને આવનારા સમયમા આમ આદમી પાર્ટી સાથે વધુમા વધુ લોકો પાર્ટી સાથે જોડાશે તેવુ જણાવ્યું હતુ.આ તકે હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી,તાલુકા યુવા પ્રમુખ હિતેશભાઈ વરમારા,શહેર પ્રમુખ હિમાંશુભાઈ રાવલ, ઉપપ્રમુખ અનિલભાઈ પાડલીયા,મંત્રી રાજેશભાઈ રબારી,જયદીપભાઈ થડોદા,અરવિંદભાઈ આદ્રોજા, વિશાલ વારમોરા,દિલીપભાઈ વામજા, વગેરે ઉપસ્થિત રહિયા હતા.

પાર્થ વેલાણી


Share to

You may have missed