(ડી.એન.એસ)સુરત,તા.૦૩
પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકિયાને તેમના પરિવારજનોએ સરપ્રાઈઝ ગિફ્ટ ૫૦ કરોડનું હેલિકોપ્ટર આપ્યું.સવજીભાઈને પદ્મશ્રી એવોર્ડ જાહેર થયો ત્યારે પરિવારએ સુરતમાં સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરી તેમને સન્માનિત કર્યા હતા.ત્યારબાદ ૧ ફેબ્રુઆરીના દિવસે મુંબઈમાં તેમના લઘુબંધુ ઘનશ્યામભાઈ, તુલસીભાઈ અને મોટાભાઈ હિંમતભાઈ તેમજ પરિવારના ૮ દીકરાઓએ સાથે મળીને સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું અને તે પાર્ટીમાં સવજીભાઈને હેલિકોપ્ટર ગિફ્ટ કરવાની જાહેરાત કરાઇ હતી. તુલસીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે અમારા પરિવારે ખૂબ જ વિચાર મંથન કર્યું કે આપણે પરિવારજનો આપણા પરિવારના મોભીને શું ગિફ્ટ આપી તો સારું. વિચાર મંથનના અંતે એક એવો ર્નિણય લેવાયો કે અત્યારે સવજીભાઈ માટે સૌથી કિંમતી વસ્તુ સમય છે તેઓનો સમય બચે જ્યાં જવું હોય ત્યાં સમયસર પહોંચી શકે અને સમયસર તેમના કામ થઈ શકે વધારામાં વધારે સામાજિક સેવામાં તેમનો સમય વાપરી શકાય તે હેતુને ધ્યાનમાં રાખીને અમારા પરિવારે તેઓને હેલીકોપ્ટર ગિફ્ટ કરવા માટેનો ર્નિણય લીધો હતો. હેલિકોપ્ટર ખરીદવા માટે ઘણી બધી એજન્સીઓનો સંપર્ક કર્યો પણ અમારા માટે સવજીભાઈ થી છુપૂ રાખવું મહત્વનું હતું. જ્યાં સુધી ફાઈનલ થાય ત્યાં સુધી સવજીભાઈ સુધી આ વાત પહોંચે નહીં તેની અમારે તકેદારી રાખવાની હતી કદાચ કોઈ એજન્સી ડાયરેક્ટ ફોન કરીને એમને વાત કરે તો અમારું સસ્પેન ખુલી જાય તેવું હતું તેથી ખૂબ જ સાવધાનીપૂર્વક એજન્સીઓ પાસેથી ભાવ લીધા અને જલ્દીથી ડીલીવરી મળી જાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે છતા પણ ડીલેવરી મળવા એક મહિના જેવો સમય લાગી જશે.
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…