સુરતની સચિન જીઆઈડીસીમાં પાણીની ટેન્કમાંથી યુવકની લાશ મળી

Share to(ડી.એન.એસ)સુરત,તા.૦૩
સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારની પાલિકાની ૮૦-૧૦૦ ફૂટ ઊંચી પીવાની પાણીની ખુલ્લી ટાકીમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ કરવાની દિશામાં કામગીરી હાથ ધરી હતી. મહત્વનું છે કે, હજારો લોકોના પીવાના પાણીની ટાકામાંથી લાશ મળી આવી હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં રોષ સાથે ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે જણાવ્યું હતું કે, ‘ઘટના લગભગ ૬ વાગ્યાની આસપાસ સામે આવી હતી. બાળકો ટાંકી પર રમવા જતા મૃતદેહ જાેઈ નીચે ઉતરી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોને જાણ કરતા ખબર આપવામાં આપવામાં હતી. પાણીની ટાંકી લગભગ ૮૦-૧૦૦ ફૂટ ઊંચી હોવાનું કહી શકાય છે. સીદીક નગરથી લઈ ગભેણી સુધી આજ પાણીની ટાકીમાંથી લોકોને પાણી સપ્લાય કરાઈ રહ્યું હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. જાેકે મરનારની કોઈ ઓળખ થઈ નથી કે મૃત્યુનું કોઈ કારણ જાણી શકાયું નથી.’ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ‘આટલી ઉંચાઈ પર બનાવવામાં આવેલી પાણીની ટાંકીએ પણ ખુલ્લી હાલતમાં સ્પષ્ટ પાલિકાની બેદરકારીનું ઉદાહરણ કહી શકાય છે. એટલું જ નહીં પણ કોઈ સિક્યુરિટી પણ મૂકવામાં નથી આવી. બાળકો રમવા માટે દાદર ચઢી આરામથી આટલી ઉંચાઈ એ જતા રહે છે. યુવકે આપઘાત કર્યો છે કે હત્યા થઈ છે એ તપાસનો વિષય છે. જાે કે આટલા દિવસથી ટાંકામાં ગરકાવ મૃતદેહવાળું લોકો પાણી પી રહ્યા હતા. હવે ઘટનાની જાણ બાદ ડરનો માહોલ ઉભો થયો છે. સચિન જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.’


Share to