December 22, 2024

રાજપારડી ખાતે હાર્ડવેરની દુકાનના સ્ટોરરૂમમાં કામ કરતા વ્યક્તિને કરંટ લાગતાં મોત

Share to


ઝઘડિયા તાલુકાનાં રાજપારડી કાળીયા પરા રોડ પર પારૂલબેન તુષારભાઈ પંચાલની હાર્ડવેરની દુકાન આવેલી છે,આજરોજ સવારે પારૂલબેન ની દુકાન પર માલી પીપર ગામના બાબરભાઇ ભાઇલાલભાઇ વસાવા નામનો વ્યક્તિ આવી પારૂલબેનને જણાવેલ કે મને આજે કોઇપણ મજુરી કામ મળ્યું નથી જેથી મેં તમારી દુકાનની સાફસફાઈ તેમજ સર સામાન ગોઠવી આપું છું તમે મને મજુરી આપી દેજો તેમ જણાવતાં દુકાન માલિકે તેને કામ કરવાની હા પાડી હતી, ત્યારબાદ બાબરભાઇ એ હાર્ડવેરની દુકાનની સાફસફાઈ કરી ત્યાંથી સ્ટોરરૂમમાં સાફસફાઈ કરવા ગયાં હતાં થોડીવાર પછી દુકાન પર કામ કરતો કામીલ સિંધિ નામનો વ્યક્તિ સ્ટોરમાં જોવા ગયો ત્યારે બાબરભાઇ જમીન પર પડેલા હતા તપાસ કરતા મૃત્યુ પામ્યા હોય તેમ જણાવ્યું હતું, તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સ્ટોરમાં મુકેલી મોટરનો વાલ્વ માંથી પાણી લીકેજ હોય જેથી સ્ટોરમાં પાણી ભરાતાં મોટરમાંથી કરંટ ઉતરવાથી મોટર નીચે કામ કરી રહેલ બાબરભાઇને કરંટ લાગવાથી તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું આ બનાવ અંગે કામીલ સિંધીએ રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાવતા રાજપારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

રિપોર્ટર:-કાદર ખત્રી


Share to

You may have missed