December 22, 2024

ઝઘડિયા તાલુકાના મોર તળાવ થી તલોદરા ગામને જોડતું નાળુ મોટું બનાવવા ગ્રામજનો દ્વારા માગ ઉઠવા પામી..

Share to


ઝઘડિયા તાલુકાના મોરતળાવ થી તલોદરા ગામને જોડતું નાળુ મોટું બનાવવા ગ્રામજનો દ્વારા માગ ઉઠવા પામી છે. મોરતલાવ થી તલોદરા ગામને જોડતા માર્ગ પર આવેલી ખાડી પર મોટા નાળાના અભાવે દર વર્ષે ચોમાસમાં મોરતળાવ તેમજ તલોદરાના ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડે છે. મોટા નાળાના અભાવે મોરતળાવ તેમજ તલોદરા ગામથી ઝઘડિયા GIDC માં રોજી રોટી અર્થે જતા યુવાનોને હાલાકી ભોગવવી પડી રહી છે. મોર તળાવ ગામના સરપંચે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મોર તળાવ અને તલોદરા ગામને જોડતા ખાડીના માર્ગ પર મોટું નાળુ બનાવવા માટે અમે સંબંધિત અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓને ઘણી બધી વાર રજૂઆતો કરી છે.

છતાં નાળા બાબતે હજુ કોઇ નિરાકરણ આવ્યું નથી. ચોમાસાની ઋતુમાં નાળા ના અભાવે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કટોકટીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ ને પણ ભારે તકલીફ પડે છે. દેશ આઝાદ થયાને વર્ષોના વહાણા વિતી ગયા છતાં હજુ એ જ દશા છે. ભૂતકાળમાં ખાડીના પાણીમાં પ્રવાહમાં તણાઈ ગયા હોવાની ઘટનાઓ પણ બની હતી. મોર તળાવ તેમજ તલોદરા ગામને જોડતા ખાડીના માર્ગ પર મોટું નાળુ નહીં બનાવવામાં આવે તો સરપંચ દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી..


રિપોર્ટર:-કાદર ખત્રી


Share to

You may have missed