December 22, 2024

જૂનાગઢ પોલીસ દ્વારા રાયોટિંગ , હથિયાર ધારા,ખૂનની કોશિશ, મારામારી, પ્રોહીબિશન, લૂંટ, છેડતીના ગુન્હાઓ આચરનાર જૂનાગઢ જિલ્લા તેમજ પડોશી જિલ્લામાંથી હદપાર 2 રીઢા ગુન્હેગાર આરોપીની ધરપકડ કરતી જૂનાગઢ પોલીસ

Share to



💫 _તા. 16.06.2021 ના રોજ જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે ફરિયાદી જયદીપ અશોકભાઈ સૌંદરવા ઉવ. 24 રહે. વણકરવાસ, પાણીના ટાંકા પાસે, જૂનાગઢ તથા તેના મિત્ર સાથે આરોપીઓ નીરજ ઉર્ફે ટારઝન તથા સંદીપ ઉર્ફે કાલિયા એ છરી તથા ધારીયાથી હુમલો કરી, ફરિયાદીના હાથ પગ તેમજ પડખામાં ઇજાઓ કરી, રૂ. 700/- ની લૂંટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ગુન્હો કરવામાં આવતા અને ફરિયાદી જયદીપ અશોકભાઈ સૌંદરવાએ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી, લૂંટનો ગુન્હો નોંધી, પી.આઇ. આર.જી.ચૌધરી તથા પીએસઆઇ એ.કે.પરમાર તેમજ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી…._

💫 _*જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા નવા આવેલ *જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા *મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ* કરવામાં આવેલ છે…_

💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ એ.કે.પરમાર, ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.ડી. માડમ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, સુભાષભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ સહિતની ટીમ દ્વારા ગુન્હો બન્યા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, આરોપીઓ રીઢા ગુન્હેગારો હોઈ, આરોપીઓ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં આરોપીઓનું પગેરું દબાવી, દરમિયાન પો.કો. વનરાજસિંહ તથા પો.કો. દિનેશભાઇ ને મળેલ બાતમી આધારે *આરોપીઓ (1) નીરજ ઉર્ફે ટારઝન ડાયાભાઇ પરમાર ઉવ. તથા (2) સંદીપ ઉર્ફે કાલિયો ચનાભાઈ સોલંકી ઉવ. રહે. બંને પ્રદીપના ખાડીયા,જૂનાગઢ* ને ખાડીયા પંચેશ્વર વિસ્તારમાંથી પકડી ઝડતી દરમિયાન રોકડા રૂ. 700/- તથા મોટરસાયકલ મળી, કુલ રૂ. ના મુદામાલ સાથે પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, પહેલા તો, પોતે કોઈ ગુન્હો નહીં કરેલાનું રટણ ચાલુ રાખેલ હતું. પરંતુ, એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સઘન પૂછપરછ કરતા, પોતે આ મારામારી તથા લૂંટનો ગુન્હો કરેલાની કબૂલાત કરવામાં આવતા, ધરપકડ કરવામાં આવેલ હતી….._

💫 _આરોપી અશોકભાઈ ઉકાભાઈ મેરવાડા જાતે કોળીની ધરપકડ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ એ.કે.પરમાર, ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.ડી. માડમ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, સુભાષભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ બાબતે રેકર્ડ મેળવતા તથા આરોપીઓને સઘન પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપી નીરજ ઉર્ફે ટારઝન ડાયાભાઇ પરમાર ભૂતકાળમાં સને 2014ની સાલમાં રાયોટિંગના 01 ગુન્હામાં, સને 2016ની સાલમાં હથિયાર ધારા, હદપારી ભંગના 04 ગુન્હામાં, સને 2017 ની સાલમાં ખૂનની કોશિશ, મારામારી, પ્રોહીબિશન ના 03 ગુન્હાઓમાં, સને 2018 ની સાલમાં હદપારી ભંગના 02 ગુન્હામાં, સને 2019 ની સાલમાં રાયોટિંગ, છેડતી, મારામારીના 03 ગુન્હાઓ સહિત આજદિન સુધીમાં કુલ 13 ગુન્હાઓમાં તથા અવાર નવાર અટકાયતી પગલાઓમાં પકડાયેલ છે તેમજ જૂનાગઢ જિલ્લા તથા પડોશી જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ હતો. જ્યારે આરોપી સંદીપ ઉર્ફે કાલિયો ચનાભાઈ સોલંકી ભૂતકાળમાં સને 2012 ની સાલમાં રાયોટિંગ, મારામારીના 02 ગુન્હાઓમાં, સને 2014 ની સાલમાં બીગાડ તેમજ ધમકી આપવાના 01 ગુન્હામાં, સને 2015ની સાલમાં મારામારી, બીગાડ, લૂંટ ના 02 ગુન્હાઓમાં, સને 2016ની સાલમાં ખુનની કોશિશ, મારામારીના 04 ગુન્હાઓમાં, સને 2017 ની સાલમાં પ્રોહીબિશન, મારામારી, રાયોટિંગ, બીગાડ, હથિયાર ધારાના 04 ગુન્હાઓમાં, સને 2019 ની સાલમાં લૂંટ, છેડતી, હથિયાર બંધી જાહેરનામા ભંગ, પ્રોહીબિશન, રાયોટિંગ, સહિતના 07 ગુન્હાઓમાં, સને 2021 મા લૂંટના 01 ગુન્હા સહિત કુલ 25 ગુન્હાઓમાં તથા અવાર નવાર અટકાયતી પગલાઓમાં પકડાયેલ છે તેમજ જૂનાગઢ જિલ્લા તથા પડોશી જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ હતો. પકડાયેલ બને આરોપીઓ *રીઢા ગુન્હેગાર છે અને જ્યારે પકડાઈ ત્યારે જાતે બ્લેડથી ઇજાઓ કરવાની તથા પોલીસ સ્ટેશનમાં લોક અપ મા માથા ભટકાળી ઇજાઓ કરવાની મોડ્સ ઓપરેન્ડી* ધરાવે છે….._

💫 _પકડાયેલ આરોપીઓ (1) નીરજ ઉર્ફે ટારઝન ડાયાભાઇ પરમાર ઉવ. તથા (2) સંદીપ ઉર્ફે કાલિયો ચનાભાઈ સોલંકી ઉવ. રહે. બંને પ્રદીપના ખાડીયા,જૂનાગઢ બીજા કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ..? કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ..? વિગેરે બાબતે પૂછપરછ કરી, વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to

You may have missed