નગરપાલિકાના પ્રમુખનું જાતિનું પ્રમાણપત્ર ખોટી રીતે ઈસ્યુ કરાયું હોવાનો મામલો કોર્ટમાં…
સી ડિવિઝન પોલીસ મથકના પીઆઇને ૧૯મીએ કોર્ટમાં હાજર થવા ફરમાન…
પોલીસે ગૃહમંત્રી ના ૬/૨/૨૦૧૬ના પરિપત્રનું ઉલ્લંઘન કર્યું.. પોલીસ રાજકીય કાવાદાવામાં ફરિયાદ દાખલ ન કરતી હોવાના આક્ષેપો થયા હતા
ભરૂચ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના ડોક્યુમેન્ટમાં છાબરડા હોવાનો ઘટસ્ફોટ થયો હતો જેમાં બે જાતિ દર્શાવતા ડોક્યુમેન્ટ અલગ-અલગ રજૂ કરાતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પરંતુ પોલીસે સમગ્ર પ્રકરણમાં કોઇ કાર્યવાહી ન કરતાં ફરિયાદીએ ન્યાયની આશાએ કોર્ટના દ્વાર ખખડાવતાં કોર્ટ દ્વારા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ને ૧૯મી એ કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું હોવાના અહેવાલો મળ્યા છે
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ નગરપાલિકાના પ્રમુખપદ માટેની બેઠક અનુસૂચિત જાતિની હોય અને અનુસૂચિત જાતિના જીતેલા ઉમેદવારને પ્રમુખ માટે ઉમેદવારી કરી પ્રમુખ જાહેર કરવાના હોય જેમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં વોડ નંબર પ ના ઉમેદવાર અમિત ચાવડાની નિમણૂકી કરવામાં આવી હતી પરંતુ તેઓએ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું જેમાં દર્શાવેલ સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટનો આધાર નોંધ તરીકે ઉલ્લેખ કરાયો હતો પરંતુ જે આધાર દર્શાવવામાં આવ્યો છે તે આધારના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જાતિ તરીકે હિન્દુ દરજી દર્શાવેલ હતું જાતિ તરીકે માયાવંશી દર્શાવેલી ન હતી છતાં પણ અનુસુચિત જાતિનું પ્રમાણપત્ર રજૂ કરાયું હતું જેનો વિવાદ છંછેડાયો હતો જેમાં ભરૂચના ફરિયાદી દિનેશ ભાઈ વીરાભાઇ ખુમાણે નવનિયુક્ત પ્રમુખે ગેરકાયદેસર અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હોવાના આક્ષેપ સાથે જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી પરંતુ પોલીસે પણ કોઈ એનકેન પ્રકારે ફરિયાદ દાખલ ન કરી જેના કારણે ફરિયાદીએ ન્યાયની આશાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા
ફરિયાદીએ ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી જેમાં ફરિયાદીએ તમામ પુરાવા રજૂ કર્યા હતા અને અંતે ફરિયાદીના વકીલએ ગત તારીખ ૬/૨/૨૦૧૬ ના રોજ નો ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલો પરિપત્ર રજૂ કરાયો હતો જેમાં કોઈપણ બિનજામીન ગુનો હોય તો સૌપ્રથમ તેનો ગુનો દાખલ કરી તપાસ કરવાની હોય છે પરંતુ પોલીસે ફરિયાદીની ફરિયાદનો અ સ્વીકાર કરી અન્ય પોલીસ મથકમાં ફરિયાદ કરવા જણાવતાં આખરે ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસની ફરજમાં બેદરકારી જણાવતા ભરૂચની કોર્ટે સી ડિવિઝન પોલીસ મથકના પીઆઇને ૧૯ મી જુન ૩ : ૦૦ કલાકે કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું છે
પ્રશ્ન એ પણ છે કે કોર્ટ સમક્ષ ઉપસ્થિત સી ડિવિઝન પીઆઈ શું ખુલાસો કરે છે તેના ઉપર લોકોની નજર મંડરાઈ રહી છે પોલીસે અત્યાર સુધી સમગ્ર ફરિયાદમાં શું તપાસ કરી.? જેવા વિવિધ પ્રશ્નો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે
I like all news