December 21, 2024

ઝઘડીયા તાલુકાના મુલદ ગામે મારામારી અંગે ફરિયાદ….

Share to

ઝગડીયા
——————————–
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડીયા તાલુકાના મુલદ ગામે રહેતાં તારાબેન વસાવા એ મારામારી અંગેની ફરિયાદ ઝઘડીયા પોલીસ સ્ટેશને નોધાવી…
ઝઘડીયા પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ ફરિયાદી તારાબેન બાલુભાઈ વસાવા રહે મુલદ બોરીદ્ર ફળિયું. તેઓ પોતાના ઘરે હાજર હતાં તે સમયે અજયભાઈ અરવિંદભાઈ વસાવા રહે. મુલદ પંચાયત ફળિયું. જેઓ તારાબેનનાં ઘરે લોખંડની પાઈપ હાથમાં લઈ ધસીઆવી કહેતો કે તે અગાઉ મારી વિરુધ્ધ તારી છોકરી મારી સાથે બોલતીન હતી તે બાબતની ઝઘડીયા પોલીસમાં ફરિયાદ કેમ આપેલી જેથી હું આજે તારી છોકરીને છોડવાનો નથી. તેની રીસ રાખી અજયભાઈ અરવિંદભાઈ વસાવા એકદમ ઉશ્કેરાઈ જતા તેના હાથમાં રહેલો લોખંડનાં પાઈપના બે સપાટા ફરિયાદી તારાબેનને ડાબા તથા જમણા પગે ઘૂંટણ ઉપર તથા માંથાના ભાગે તેમજ છાતીના ભાગે તથા શરીરના ભાગે નાની મોટી ઈજાઓ પહોચાડી માં બેન સમાની ગાળો બોલી તારાબેન તથા તેમની છોકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ગુના સંદર્ભે તારાબેન બાલુભાઈ વસાવા એ અજયભાઈ અરવિંદભાઈ વસાવા વિરુદ્ધ ઝઘડીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી હતી
આ સંદર્ભે ઝઘડીયા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળ ની કાયૅવાહી હાથ ધરવામાં આવી …


Share to

You may have missed