December 17, 2024

ઝઘડીયા તાલુકાના વાઘપુરા ગામ પાસે રાજપારડી થી સીલીકા ભરીને રાજકોટ જતી ગાડીનાં ડ્રાઈવર સાથે ઓવર ટેક બાબતે મારામારી કરી મોટરસાઈકલ ચાલક રફુચક્કર…

Share to

ઝઘડીયા…. 15/6/21

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડીયા પોલીસ સ્ટેશને થી મળેલી માહિતી મુજબ મોસીન શબ્બીરભાઈ સિપાઈ રહે.જામનગર તેઓની કબ્જામાં રહેલી અશોક લેલન બાર છક્કા ગાડી જેનો નંબર GJ 10 TV 9928 લઈ રાજપારડી GMDC માંથી ટ્રંકમાં રેતી સીલીકા ભરીને રાજકોટ તરફ જવા નિકળ્યો હતો ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં વાઘપુરા ગામના પાટીયા નજીક પસાર થતાં હતાં તે સમયે મોટરસાઈકલ GJ 16 DA 6698 નાઓએ મોસીન શબ્બીરભાઈ સિપાઈ સાથે ગાડીની ઓવર ટેક બાબતે ગાળાગાળી કરી લોખંડની પાઈપ વડે હુમલો કરતાં મોસીન શબ્બીર ભાઈ સિપાઈ ને કપાળની જમણી સાઈડે તેમજ જમણાં હાથ ઉપર ઈજાઓ કરી તથા ગાડીના સાઈડ ગ્લાસ તોડી નાખી રફુચક્કર થઈ ગયા હતા..
આ બાબતે મોસીન શબ્બીરભાઈ સિપાઈ એ ઝઘડીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી હતી.

ઝઘડીયા પોલીસ દ્વારા મોટરસાઈકલ સવાર વિરુદ્ધ ગુનો નોંધી મોટરસાઈકલ સવારને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કયાં છે ..


Share to

You may have missed