જુનાગઢ
ફરીયાદી યાજ્ઞિક ધર્મેન્દ્રભાઈ જોષી (નહેરુ) ઉ.વ.૩૩ ધંધો, સોના-ચાંદીના વેપારી (કલા ગોલ્ડ કંપની કોરી) રહે. ન્યુ રાણીપ, અમદાવાદ વાળા તથા તેની સાથેના અન્ય કર્મચારી પોતાની કારમા અમદાવાદથી સોના-ચાંદીના દાગીનાના વેપાર અર્થે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ હોય તા. ૦૫/૦૯/૨૦૨૪ ના રોજ કુતીયાણા ખાતે સોના-ચાંદીના દાગીના વેપાર અર્થે વેપારીએ માટે ગયેલ હોય અને કુતિયાણાથી પરત ફરતી વખતે સાંજના આશરે આઠેક વાગ્યાના બાંટવાથી 09 કી.મી. દુર બાંટવા-પાજોદ રોડ પર કારમાં પંચર પડતા ગાડી રોકતા પાછ ઇસમો બાઈક લઈને આવી બે ઇસમોએ ફરીયાદીને છરી બતાવી તથા સાહેદને વાસાના ભાગે મારી ઇજા કરી ફરીયાદીની કારમાં રહેલ બેગ જેમાં સોનાના ઘરેણા ગ્રોસ વજન આશરે ૨.૫ જેમાં ૨૨ કેરેટનુ સોનુ વજન આશરે ૧૪૦૦ ગ્રામ આશરે કિ.રૂ.૯૪,૦૦,000/- તથા અઢાર કેરે દાગીના આશરે વજન ૨૫૦ ગ્રામ જેની કિંમત આશરે કિ.રૂ.૧૪,00,000/- તથા સોનાની રણ ૪૭ ગ્રામ જેની આશરે કિંમત રૂ.૨,૬૬,૦૦૦/- છે. તથા ચાંદીના ઘરેણા જેમા પાયલ, વિટી તદ અંદાજીત વજન પાંચેક કિગ્રા જેમા ૬૦ ટચની પાંચ કીલોની ચોખી ચાંદી નો વજન 3 કિ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા રોકડા રૂ.૨,૬૬,000/- આમ આશરે કુલ કિ.રૂ. ૧,૧૫,૮૨,૦૦૦/- ત્રણેય ઇસમો મો.સા. લઇ નાશી જઈ એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજી. ના જાહેરનામાન ગુન્હો કર્યા અંગેનો બનાવ બનેલ, જે બનાવ બાબતે બાંટવા પો.સ્ટે. માં બી.એન.એસ. , જી.પી. મુજબનો ગુન્હો તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ રજી. થયેલ.
ઉપરોકત બનાવની ગંભીરતા સમજી જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિ નિલેશ જજાડીયા સાહેબની સુચના કરી સદરહું ગુન્હો તાત્કાલીક ડીટેક્ટ કરી લુંટમાં સંડોવાયેલ તમામ આરોપીઓ તથા મુદામાલ રીકવર કરવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ જે આધારે પોલીસ અધિક્ષડ શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા તાત્કાલીક બનાવ સ્થળ પર પહોંચી જઇ જિલ્લામાં એન્ટ્રી-
જુનાગઢ
એક્ઝીટ પોઇન્ટસ પરા નાકાબંધી ક૨વામાં આવેલ તેમજ સઘન ચેકીંગ ગોઠવવામાં આવેલ. તેમજ ફરીયાદીની ફરીયાદ આધારે લુંટની ગંભીરતા ધ્યાને લઇ અલગ-અલગ ટીમો બનાવી લુંટમાં સંડોવાયેલ આરોપીઓને તથા લુંટમાં ગયેલ તમામ મુદામાલ રીકવર ક૨વા સુચના કરવામાં આવેલ. જે અન્વયે જૂનાગઢ ડીવીઝનના ના.પો.અધિ.શ્રી હિતેષ ધાધલ્યા સાહેબ તથા કેશોદ ડીવીઝનના ના.પો.અધિ.શ્રી બી.સી.ઠક્કર તથા માંગરોળ ડીવીઝનના ના.પો.અધિ.શ્રી ડી.વી. કોડીયાતર તથા પ્રો. ના.પો.અધિ.શ્રી નીકીતા સીરોયા સાઠેબ તથા ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.વા.સ.ઈ.શ્રી ડી.એમ. જલુ તથા કાઈમ બ્રાન્ચના પો.સ્ટાફના માણસો તથા એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. શ્રી પી.કે.ચાવડા તથા એસ.ઓ.જી. પો.સ્ટાફ તથા બાંટવા પો.સ્ટે.ના પો.સ.ઈ.શ્રી આર.એમ.વાળા તથા બાંટવા પો.સ્ટાફ તથા જિલ્લાના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પો. સ્ટાફ એ રીતેના અલગ- અલગ પો.સ્ટાફના માણસોને સાથે રાખી અલગ-અલગ ટીમો બનાવી જેમાં ફિલ્ડ વર્ક ટીમ, ટેકનીકલ ટીમ એ રીતે અલગ-અલગ ટીમો બનાવી ઉપરોકત લુંટના બનેલ અનડીટેકટ ગુન્હાને ડીટેક્ટ ક૨વા અને
લુંટમાં ગયેલ મુદામાલ રીકવર કરવા માટે ખાનગી બાતમીદારો મારફતે પ્રયત્નો હાથ ધરેલ હોય અને ખાનગી બાતમીદારો દ્વારા આ બનાવ સંબધી ઠકિત મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ. તેમજ જિલ્લામાં અગાઉ બનેલ બનાવમાં સંડોવાયેલ ઇસમો આશરે ૫૦ થી વધારે ઇસમોની સજેશન યાદી તૈયાર કરી આ તમામ ઈસમોની ગતિવધી ચેક કરવામાં આવી. આ તમામ ટીમો સતત પ્રયતન્શીલ રહી લુંટમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા તથા હકિકત મેળવવા સતત પ્રયત્નશીલ હતા. આ દરમ્યાન આજુ-બાજુના ગામમાં રહેતા પરપ્રાંતીયોને ફરીયાદીએ જણાવેલ હકિકત મુજબ તપાસ કરતા કુલ-૨૦૦ જેટલા ચેક ક૨વામાં આવેલ. તપાસ દરમ્યાન પો.ઈન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.હેડ કોન્સ. આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.કોન્સ. દિપકભાઈ બડવા, દિવ્યેશકુમાર ડાભી તથા પો.સ્ટાફને સંયુક્તમાં ટેકનીકલ સર્વેલન્સ આધારે હકિકત જાણવા મળેલ કે, બનાવ બનેલ તે દિવસે જૂનાગઢ જિલ્લામાં ફરીયાદીના સંપર્કમાં રહેલ અજાણ્યા વ્યક્તિની મુવમેન્ટ જાણવા મળેલ. જેથી આ અજાણ્યા વ્યક્તિની ખાનગી રાઠે તથા ટેકનીકલ સોર્રા આધારે તપાસ કરતા આ અજાણી વ્યકિત મોહિત જોષી નામની વ્યકિત હોય અને અમદાવાદ ખાતે રહેતો હોય. જેથી તાત્કાલીક ડાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઈન્સ. શ્રી જે.જે.પટેલ તથા એ.એસ.આઇ. સામતભાઇ બારૈયા, વિક્રમભાઇ
ચાવડા તથા પો. ઠેડ કોન્ચ. યશપાલાિંઠ જાડેજા, વનરાજસિંહ ચુડાસમા તથા પેરોલ ફૂલો રકવોડના
સાહિલભાઈ સમા એ રીતેની ટીમ અમદાવાદ ખાતે રવાના થઈ શકદાર વ્યકિત મોહિત જોષીને હસ્તગતજુનાગઢ
કરી મોહિત જોષીની પુછપરછ કરતા પ્રથમ ગલ્લા-તલ્લા કરતો હોય અને સાચી હકિકત જણાવતો ન હોય જેથી આગવી ઢબે અને કડકાઈથી પુછપરછ કરતા ભાંગી પડેલ અને સાચી હકિકત જણાવેલ કે ફરીયાદી યાજ્ઞિક જોષી કે જે પોતાનો સગો ભાઈ હોય અને બન્ને ભાઈઓ સોના-ચાંદીના દાગીના વેપાર સાથે સંકળાયેલ હોય તેમજ અવાર-નવાર યાજ્ઞિક જોષી તથા ધનરાજ કલા ગોલ્ડ કંપનીના સોના-ચાંદીના દાગીના વેચવા માટે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં જતા હતા. જેથી આ ત્રણેય ઇસમોએ પોતાની આર્થિક જરૂરીયાત સંતોષવા કલા જવેલર્સના સોનાના દાગીના તેમજ રોકડ રૂપીયા ઓળવી જવા કાવતરૂ ઘડેલ. જે કાવતરાના ભાગરૂપે યાજ્ઞિક જોષી તથા મોહિત જોષી અગાઉ દોઢેક મહિના પહેલા બનાવને અંજામ આપવા માટે મુદામાલની આપ-લે કરવા માટે માણાવદર નજીક જગ્યા નકિક કરેલ તે પ્રમાણે બનાવ બન્યાના દિવસે અગાઉ નક્કિ થયા મુજબ મોહિત જોષી પોતાનો રેગ્યુલર ફોન બંધ કરી બીજો ફોન સાથે પોતાની આઈ-ટેન નીયોઝ લઇને નક્કિ થયેલ જગ્યાએ આવીને ઉભો રહેલ અને સોનાના દાગીના તથા રોકડ રૂપીયા યાજ્ઞિક જોષીએ બેગમાંથી દાગીના બોકસમાંથી કાઢી પોટલુ બનાવી સેલો ટેપ વડે પે કરી મોહિત જોષીને આપી દિધેલ અને પોતાની પારો સોના-ચાંદીના દાગીનાના ખાલી બોકા તથા બેક રાખી લીધેલ. અને આ બનાવને અંજામ આપવા મોહિત જોષીએ બોટાદ, બગસરા, કેશોદ, માણાવદર આવવા-જવા અંતરીયાળ રૂટ પસંદ કરેલ. અને બાદ ફરીયાદી યાજ્ઞિક જોષી તથા ધનરાજ ભાડગેએ બનાવ સાચો લાગે તે પ્રસ્થાપીત ક૨વા કુતીયાણા ખાતે ભાવેશ જવેલર્સ નામની દુકાને જઈ પોતાની પાસે રઠેલ ખાલી બેગ ભાવેશ જવેલર્સના કમેરામાં આવે તે રીતે ફક્ત દુકાન પાસે લાવી પરત ગાડીમાં મુકી દિધેલ. ત્યારબાદ કુતીયાણાથી પરત થતા હતા તે દરમ્યાન થોડા થોડા અંતરે દાગીનાના ખાલી બોક્સ તથા કટર પણ ચાલુ ગાડીએ ફેંકી દિધેલ તેમજ ખાલી બેગ થોડા આગળ આવતા નાળુ આવતા વહેતા નાળામા બેગમાં પત્થર ભરી ફેંકી દિધેલ. બાદ બાંટવા નજીક બનાવ વાળી જગ્યાએ ઉભા રહી બાંટવા- પાજોદ રોડ પર ગાડી ઉભી રાખી પોતાની રીતે ગાડીના ટાયરમાંથી હવા કાઢી તેમજ સાહેદ ધનરાજ ભાડગેના પીઠના પાછળના ભાગે કટર વડે ઇજા પહોંચાડી અને ધનરાજએ યાજ્ઞિક જોષીનો શર્ટ ફાડી નાંખેલ. અને ખાલી બેગ તથા મોબાઇલ ફોન તોડી નાંખી ખેતરોના રસ્તે ફેંકી દિધેલ. ત્યારબાદ ખોટી રીતે બુમા બુમ કરી પોતાને ત્રણ અજાણ્યા ઇસમો દ્વારા લુંટી લેવામાં આવેલ છે તેવુ દર્શાવેલ. બાદ રાહદારીઓ દ્વારા પોલીસનો સંપર્ક કરાવડાવી અને પોલીસ સ્થળ પર પહોંચતા પોલીસને સંપૂર્ણ ખોટી ઠકિકત જણાવી પોલીસને ખોટા માર્ગે દોરી ખોટી ફરીયાદ દાખલ કરાવેલ. તપારા દ૨મ્યાન કાઈમ બ્રાન્ચ જૂનાગઢની ટેકનીકલ ટીમ દ્વારા બનાવ બન્યાના દિવસે સવારે ધનરાજ ભાડંગે દ્વારા એક સ્ટેશનરીથી દુકાનેથી ગુન્હામાં ઉપયોગ કરેલ કટર ખરીદ કરેલ. જે હકિકત પણ શોધી કાઢવામાં આવેલ.
જુનાગઢ
આમ, આરોપીઓ દ્વારા સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયા ઓળવી જવા રચેલ કાવતરાનો ઇન્ટેલીજન્સ આધારે પદાફાર્શ કરી ગુન્હામાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરી તમામ આરોપીઓને અટક કરી લુંટનો અતિચકચારી અનડટિકટ બનાવને ડીટેકટ કરવામાં આવેલ. તમામ આરોપીઓને અટક કરી રીમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવનાર છે.
• અટક કરેલ આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસ:-
યાજ્ઞીકભાઈ ધર્મેન્દ્રભાઈ જોષી (નહેરુ) ઉ.વ.૩૩ રહે. સી ૫૦૧, દેવદર્શન, યોગેશ્વર કુટીર બંગ્લોઝ, ન્યુ રાણીપ, અમદાવાદ
મોહીત સ/ઓ ધર્મેન્દ્રભાઈ અરવીંદભાઈ જોષી, ઉ.વ. 30, રહે. બ્લોક નં.૨૯, ન્યુ વિદ્યાવિહાર સોસાયટી, જોગસ પાર્કની બાજુમાં, રાણીપ, અમદાવાદ ધનરાજભાઈ મુરારણા ભાંડગે ઉ.વ.૫૧ ધંધો-સેલ્સમેન ૨ઠે. ૫૦૨/બી શ્રીજી રકાય એપાર્ટમેન્ટ લાંભા નરોલ રોડ, અમદાવાદ
• રીડવર ડરેલ મુદામાલ સોનાના દાગીના
ગોસ વજન (ગ્રામ)જેન્ટસ રીંગ (CZ)
39 જેન્ટસ રીંગ (સોલીટેડ)લેડીઝ રીંગ(Cz) લેડીઝ રીંગ (ચોલીટેs)
લેડીઝ રીંગ પ્લેન 93 જેન્ટસ રીંગ મીના વાળી 3 જેન્ટસ રીંગ પ્લેન 34 બુટી જોડી
149 ચેન(પાઈપ અને બોલ વાળો) મંગળસુત્ર 27 સુપદા વિંટી લેડીઝ લકી
નજરાના પતરાની વિટી કડલી બેંગલ ચેન પેન્ડલ કાંટી (ચુની)૧૫ પેકેટ સાનીયા બાલી ૭ પેકેટ ફેન્સી બાલી (જોડી)
43.690 છે રોકડા રૂપીયા5,04,800/-
૨૧) હ્યુન્ડાઇ કંપનીની બ્લુ કલ૨ની આઈટેન નીયોસ કાર રજી નં.જીજે-19-ડબલ્યુજી-૯૮૯૩ કિ.રૂા.X,40,0XX0/- કુલ કિ.રૂા.૧,૯૦,૦૮,૬૧૦/-
આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.સ.ઈ.શ્રી ડી.એમ.જલુ તથા એ.એસ.આઈ. સામતભાઈ બારીયા, વિજયભાઈ બડવા, વિકમભાઈ ચાવડા, નિકુલ પટેલ, પુંજાભાઇ ભારાઇ તથા પો.હેડ કોન્સ. વનરાજ્યસંહ ચુડાસમા, આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, દેવશીભાઈ નંદાણીયા તથા પો.કોન્સ. મયુર કોડીયાતર, ભરત સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઈ ડેર, જયદિપભાઈ કનેરીયા, સાહીલ સમા તથા પો.કોન્સ. દિપકભાઈ બડવા દિવ્યેશકુમાર ડાભી તથા જદિશભાઈ ભાટુ, વરજાંગભાઈ બોરીચા, વનરાજભાઈ ચાવડા, જયેશભાઈ બાંભણીયા તથા બાંટવા પો.સટાફ તથા એસ.ઓ.જી. પો.સ્ટાફ વિ. પો.સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર