December 22, 2024

નર્મદા જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવાના આશય સાથે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

Share to

રાજપીપલા, મંગળવાર :- અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી. કે. ઉંધાડે જાહેરનામું પ્રસિદ્ધ કરીને નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા આશય સાથે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી હથિયાર સંબંધી કેટલાંક બાબતોને ધ્યાનમાં રાખીને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામા મુજબ, નર્મદા જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, છરા, લાકડી કે લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડી શકાય તેવું બીજું કોઈપણ સાધન સાથે લઈ જવું નહીં. કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવા નહીં.

પથ્થરો અથવા હાનિકારક પ્રવાહી રસાયણ છાંટવા અથવા ફેંકવા નહીં અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાના કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઈ જવા નહીં, એક્ઠા કરવા નહીં અથવા તૈયાર કરવા નહીં. મનુષ્યો અથવા શબો અથવા આકૃતો અથવા પૂતળા દેખાડવા નહીં. અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા નહીં, અશ્લિલ ગીતો ગાવા નહીં અથવા ટોળામાં ફરવું નહીં. જેનાથી સુરૂચિ નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં, તેવા હાવભાવ કરવા નહીં અથવા તેવા ચિત્રો, પત્રિકા, પ્લેકાર્ડ અથવા બીજા કોઈપણ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવી નહીં, બતાવવી નહીં, તેનો ફેલાવો કરવો નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.


Share to

You may have missed