ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક એ,બી અને સી ડીવીઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી.પોલીસે પાલિકા ટીમની મદદ મેળવી ટ્રાફીકને અડચણ રૂપ લારીઓ જમા કરાવી હતી. પોલીસની કાર્યવાહી જોઈ દબાણ કારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પોલીસે દંડનીય અને વાહન ડિટેઈનની કામગીરી કરાઈ ભરૂચ જિલ્લામાં જ્યાંથી દહેગામ નજીક નવો હાઈવે શરૂ થયો છે ત્યારથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.એક તરફ શ્રવણ ચોકડી પાસે ચાલતી બ્રિજ ની કામગીરીના કારણે નાના વાહન ચાલકો સીટી તરફ વળ્યા છે.જ્યાંથી તેઓ અન્ય હાઈવે પકડી રહ્યા છે જેથી શહેરમાં ટ્રાફીક ભારણ વધ્યું છે.ત્યારે શહેરમાં વાહન ચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરતા ટ્રાફિક પણ વધતો હતો.જેની ગંભીરતા જાણી જિલ્લા એસપી મયુર ચાવડાએ એ,બી.અને સી ડીવીઝનના પોલીસ અધિકારી ઓને શહેરમાં જાહેરમાર્ગો પર આડેધડ પાર્કિંગ કરેલા વાહન ચાલકો સામે દંડનીય અને ડિટેઈનની કામગીરી કરવા આદેશ આપ્યા છે.
દરેક પોલીસ મથકના અધિકારીએ ટ્રાફિક હટાવો કામગીરી હાથ ધરી હતી
ભરૂચ જિલ્લાના એસપી દ્વારા મળેલા આદેશ મુજબ ભરૂચ એ,બી અને સી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે પાલિકાની મદદ મેળવી ટ્રાફિક હટાવ ઝુંબેશ હાથ ધરી હતી.જેમાં એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગડરિયાએ બે અલગ અલગ ટીમો બનાવી એક ટીમ બિટીઈ મીલથી લઈને સ્ટેશન સુધી દબાણ હટાવો કામગીરી સાથે ટ્રાફિકને અડચણ રૂપ વાહનો લોક કરી દંડનીય કામગીરી સાથે વાહન ડીટેઇનની કામગીરી હાથ ધરી હતી.પોલીસે પાલિકાની ટીમોને પણ સાથે રાખી દબાણરૂપ લારીઓ પણ હટાવી હતી.એજ રીતે બી અને સી ડીવીઝન પોલીસ મથકની ટીમોએ પણ તેમના વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી હાથ ધરી હતી. પોલીસની કામગીરી જોઈને દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ કામગીરી એક અઠવાડિયા સુધી ચાલનાર હોય લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.