જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર દિવ્યેશભાઇ અનીલભાઇ રંગોલીયા સુરતના વતની હોય, દિવ્યેશભાઇ જૂનાગઢ પોતાના મિત્રો સાથે ફરવા આવેલ હોય, તથા દિવ્યેશભાઇ સવારે ૪ વાગ્યા આસપાસ રેલ્વે સ્ટેશનથી જવાહર રોડ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. જવાહર રોડ પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે બેગમાં દિવ્યેશભાઇના ૪-૫ જોડી કપડા તથા અન્ય જરૂરી સામાન હોય.* દિવ્યેશભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે આગળ શું કરવું?? ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? દિવ્યેશભાઇ અહિં ફરવા માટે આવેલ હોય તેમના કપડા તથા અન્ય તમામ જરૂરી સામાન તે બેગમાં હોય જે બાબતથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
💫 _જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ હરસુખભાઇ સિસોદીયા, શિલ્પાબેન કટારીયા, વિક્રમભાઇ જીલડીયા, એન્જીનિયર યુક્તિબેન ભારથી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી દિવ્યેશભાઇ રંગોલીયા જે સ્થળે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા દિવ્યેશભાઇ પોતાનું રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-08-AT-0035 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દિવ્યેશભાઇ રંગોલીયાનું રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને દિવ્યેશભાઇએ જણાવેલ કે તેમને આ બેગ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ બેગ શોધી આપતા તેણે જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દિવ્યેશભાઇ અનિલભાઇ રંગોલીયાનું રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
ભરૂચ જિલ્લા એસપીએ એક સાથે 19 પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીનો હુકમ કર્યો છે.જેમાં 8 લીવ રિઝર્વના પીઆઈઓને પોલીસ મથકનોમાં હાજર કર્યા છે.
જુનાગઢ, બુકર ફળીયા મોટી શાર્કમાર્કેટ વિસ્તારના ‘૩ ઇસમોને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત, વડોદરા, તેમજ અમદાવાદ ખાતે ધડેલતી જુનાગઢ, કાઈમ બ્રાન્ચ