ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે મૂકવા માટે ત્રણ વર્ષથી માંગ કરતા બોડેલી વકીલ મંડળના પ્રમુખ

Share to


વહીવટી તંત્રની નિષ્કાળજીને લઈને ડોક્ટર બાબા સાહેબ ની પ્રતિમા બોડેલી અલીપુરા ચાર રસ્તા ના મુકાતા બોડેલી વકીલ મંડળના પ્રમુખ સહિત તેઓના સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો
બોડેલી વકીલ મંડળના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ચાર રસ્તા પાસે મૂકવા માટે ત્રણ વર્ષથી માંગ કરવામાં આવી રહી છે પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા તેઓ રોષ વ્યક્ત કર્યો હતો
બોડેલી ખાતે “ભારત રત્ન ડો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી “ ની પ્રતિમા મુકાવવા માટે છેલ્લા  ત્રણ વષઁ થી છોટાઉદેપુર જિલ્લા વહિવટી તંત્ર ને કાલાવાલા કરવામા આવી રહ્યા છે હજી સુધી માત્ર પત્રો અને રજુઆતો સિવાય કોઈ ઉકેલ નહી આવ્યો હતો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to