જુનાગઢ જિલ્લાની ભેસાણ પોલીસે બંધ મકાનના દરવાજો તોડી કબાટમાં રાખેલા રોકડ રકમ તેમજ સોનાના દાગીનાની ચોરી કરનાર ત્રણ આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા

Share toજૂનાગઢ ના ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો ગણતરીના દીવસમાં ડીટેક્ટ કરી મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી ભેસાણ પોલીસ

જૂનાગઢ ના ભેસાણ તાલુકાના ગળથ ગામે ગઇ તા.૧૦/૦૨/૨૦૨૪ ના રોજ ફરીયાદીના બંધ મકાનમાં દીવસના સમયે કોઇ ઇસમએ દરવાજાના નકુચો તોડી મકાનની અંદર પ્રવેશ કરી અને કબાટના લોકરના લોક તોળી અને કબાટમાં રાખેલ રોકડા રૂ! ૬૦૦૦૦/- (અંકે રૂપિયા સાંઠ હજાર પુરા) અને ધાતુનો ખોટો ગળાનો હારનો સેટ એક આશરે કિ.રૂ! ૧૦૦૦/- અને ડબરામાં રાખેલ સોનાની બુટી જોડી એક જેની આશરે કિ.રૂ! ૧૫૦૦૦/- એમ કુલ ૭૬૦૦૦/- હજારના માલ મતાની ચોરી થયેલાની ફરીયાદીએ ભેસાણ પોલીસ સ્ટેશન આવી ફરીયાદ આપેલ જે અનુસંધાને ભેસાણ પો.સ્ટે.માં  IPC  મુજબનો ગુન્હો રજી કરવામાં આવેલ હોય અને ત્યાર બાદ રૂપીયા ૬૦,૦૦૦/- ફરીયાદીને તેના ઘરમાંથી મળી ગયેલ હોય અને ધાતુનો ખોટો ગળાનો હારનો સેટ એક આશરે કિ.રૂ! ૧૦૦૦/- અને ડબરામાં રાખેલ સોનાની બુટી જોડી એક જેની આશરે કિ.રૂ! ૧૫૦૦૦/- એમ કુલ રૂપીયા ૧૬,૦૦૦/- ની ઘરફોડ ચોરી થયેલ હોય સદરહુ બનાવની ગંભીરતા ધ્યાને લઇ મિલકત સંબંધી ગુન્હામાં આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડવા

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નીલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન અન્વયે અનડીટેક્ટ રહેલ ગુનાઓ ડીટેક્ટ કરવા કડક સુચના અન્વયે તેમજ જુનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભેસાણ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.ડી.કે.સરવૈયા સાહેબ તથા ભેસાણ પોલીસ સ્ટાફ પો.હેડ કોન્સ.વિપુલસિંહ કિરણસિંહ,પો.હેડ કોન્સ.સંજયભાઈ નાનુભાઇ, પો.કોન્સ.કનકસિંહ રેવતુભા, પો.હેડ કોન્સ.દીલીપભાઇ માલદેભાઇ, પો.કોન્સ.વીક્રમભાઇ રાજાભાઈ, પો.કોન્સ.રવિરાજસિંહ ઉદયસિંહ, પો.કોન્સ.મોશીનભાઇ સલીમભાઇ તથા પો.કોન્સ. હીતેષભાઇ રાજેશભાઇ પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સદરહુ ગુન્હાના આરોપીઓને શોધવા આજુબાજુના ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય મજુરોની પુછપરછ કરતા તેમજ યુક્તિ પ્રયુક્તિથી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી ગુનો ડીટેક્ટ કરી સદરહુ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી મુદામાલ રીકવર કરી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવાની ઉમદા કામગીરી કરવામાં આવેલ છે.

. પકડાયેલા ત્રણ આરોપીઓ
(૧) ગીતનભાઈ લોદીયાભાઈ મોહનીયા,અ.જ.જા (ભીલ)  ધંધો—ખેતમજુરી રહે હાલ.પુનાભાઈ સરપંચની વાડીએ રામપુરગામ તોરી તા.વડીયા જી.અમરેલી મુળ ગામ-પીપલાફળિયા ગામ થાંદલા તા.જોબટ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
(૨) કૈલાશભાઈ સેકડીયાભાઈ બઘેલ,અ.જ.જા (ભીલ)  ધંધો-ખેતમજુરી રહે હાલ. પંકજભાઈ ગજેરાની વાડીએ ગળથગામ તા.ભેંસાણ જી.જુનાગઢ મુળ ગામ- પીપલાફળિયા ગામ થાંદલા તા.જોબટ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) (૩) રતનભાઇ કનૈયાભાઇ અમલીયાર, અ.જ.જા. (ભીલ)  ધંધો- મજુરી રહે- નવા વાઘણીયા, રમેશભાઇ ગોંડલીયાની વાડીએ તા- બગસરા જી- અમરેલી મુળ ગામ- પીપલા ફળીયા, થાંદલ તા- જોબટ જી- અલીરાજપુર(મઘ્યપ્રદેશ) આરોપીઓને પકડી પોલીસ દ્વારા મુદમાલ રીકવર કરેલ  સોનાની બુટી જોડ એક ૫ ગ્રામ. કિ.રૂ.૧૫,૦૦૦/- તથા ધાતુનો હાર સેટ ૧ કી.રૂ-કી.રૂ-૧,૦૦૦/-

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to