ઝઘડીયાનાં બે અલગ અલગ ગામોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો, બે ફરાર થતા તપાસ હાથ ધરાઈ

Share to

ઝઘડીયા તાલુકાનાં બે અલગ અલગ ગામોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગર પોલીસના હાથે ઝડપાયો હતો. જ્યારે અન્ય બે બુટલેગર ફરાર થઈ ગયા હતા.

ઉમલ્લા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, પાણેથા ગામથી વેલુગામ જવાના માર્ગ ઉપર શેરડીના ખેતરમાં ગામનો બુટલેગર રસિક ઉર્ફે ટીનીયો રામસંગ વસાવા અને તેનો પુત્ર વિદેશી દારૂનો જથ્થો સંતાડે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 262 નંગ બોટલ અને બે બાઇક મળી કુલ 86 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર રસિક વસાવા અને તેના પુત્રને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે ભરુચ એલસીબીએ દુમાલા વાઘપુરા ગામના ચંદન નવી નગરી ટાંકી ફળિયામાં રહેતો બુટલેગર વિનોદ ચુનીલાલ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 114 બોટલ મળી કુલ 17 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગરને ઝડપી પાડ્યો હતો.


Share to